Not Set/ સી.જી.રોડ પરના પાર્કિગ દરમાં તંત્રએ કર્યો વધારો, તંત્રનું બેવડું વલણ

અમદાવાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે દબાણ કરતા એકમો સામે ગેરકાયદે પાર્કિંગ કરતા સામે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં AMC દ્વારા ચાલતી સી.જી.રોડ પરના પાર્કિગ દરમાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે. પહેલા પ્રતિ બે કલાકે લેખે પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવતો હતો. પરંતુ હવે થી તે જ ચાર્જ પ્રતિ કલાક લેખે વસૂલવામાં આવશે. […]

Top Stories Ahmedabad Gujarat Trending
amreli 5 સી.જી.રોડ પરના પાર્કિગ દરમાં તંત્રએ કર્યો વધારો, તંત્રનું બેવડું વલણ

અમદાવાદ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે દબાણ કરતા એકમો સામે ગેરકાયદે પાર્કિંગ કરતા સામે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં AMC દ્વારા ચાલતી સી.જી.રોડ પરના પાર્કિગ દરમાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે.

પહેલા પ્રતિ બે કલાકે લેખે પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવતો હતો. પરંતુ હવે થી તે જ ચાર્જ પ્રતિ કલાક લેખે વસૂલવામાં આવશે. જેથી તંત્રનું બેવડુ વલણ સામે આવ્યું છે. જેને કારણે તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે.

મહત્વનું છે કે આ નિર્ણય નવરંગપુરા મલ્ટીલેવલ કાર પાર્કિંગનો ઉપયોગ વધે તે હેતુ થી કરવામાં આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ તંત્ર દ્વારા પાર્કિંગના ભાવમાં વધારો ઝીકાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે અને સ્થાનિક વેપારીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે.

સીજી રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગનાં દર

વિગત નવા દર(પ્રતિ કલાક)        હાલના(બે કલાકના)

ટુ-વ્હીલર         5                           6

રિક્ષા              10                         12

ફોર-વ્હીલર      20                        18