Not Set/ શિક્ષણ ક્ષેત્રે કચ્છની વરવી વાસ્તવિકતા : બદલીને કારણે 1500 શિક્ષકોની ઘટ

દેશભરમાં શિક્ષક દિનની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. પરંતુ કચ્છના શિક્ષક દિનની વરવી વાસ્તવિકતા છતી થઈ છે. કચ્છમાં ધોરણ 6 થી 8 માં 1500 જેટલા શિક્ષકોની ઘટ છે.જેની અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે. રાજ્યભરની જેમ કચ્છમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરાઈ. આ દિન શિક્ષકો માટે સંભારણું સમાન બની રહેશે. પણ શિક્ષકોની ઘટ માટે […]

Top Stories Gujarat
kutch 3 શિક્ષણ ક્ષેત્રે કચ્છની વરવી વાસ્તવિકતા : બદલીને કારણે 1500 શિક્ષકોની ઘટ
દેશભરમાં શિક્ષક દિનની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. પરંતુ કચ્છના શિક્ષક દિનની વરવી વાસ્તવિકતા છતી થઈ છે. કચ્છમાં ધોરણ 6 થી 8 માં 1500 જેટલા શિક્ષકોની ઘટ છે.જેની અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે.
રાજ્યભરની જેમ કચ્છમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરાઈ. આ દિન શિક્ષકો માટે સંભારણું સમાન બની રહેશે. પણ શિક્ષકોની ઘટ માટે સરકાર ગંભીર ન હોય તેવું જણાઈ આવે છે. સરહદી જિલ્લામાં શિક્ષણ ને મજબૂત બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ બાળકોને શિક્ષણ આપતા શિક્ષકોની જ ઘટ છે. છેવાડા ના કચ્છ જિલ્લામાં 1700 જેટલી પ્રાથમિક શાળા આવેલી છે, પરંતુ દુઃખદ બાબત એ છે કે, આ શાળાઓમાં ધોરણ 5 થી 8 માં 1500 જેટલા શિક્ષકોની ઘટ છે.
kutch4 e1536158718269 શિક્ષણ ક્ષેત્રે કચ્છની વરવી વાસ્તવિકતા : બદલીને કારણે 1500 શિક્ષકોની ઘટ
આ જગ્યાઓ પૂરાતી નથી કેમ કે, કચ્છમાં જિલ્લા બહારના શિક્ષકોની બદલી થાય છે અને ત્રણ વર્ષ બાદ તેઓ બદલી કરાવી લેતા હોય છે પરિણામે, કચ્છની શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જો આ શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરી થાય તો જ શિક્ષક દિનની ઉજવણી સાર્થક બની રહે.
1 હજાર 700 જેટલી પ્રાથમિક શાળા આવેલી છે. જેની સામે 1 હજાર 500 શિક્ષકોની ઘટ જોવા મળી છે. જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી  છે. સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે કચ્છમાં દર ત્રણ મહિને શિક્ષકોની બદલી કરવામાં આવે છે. શિક્ષકોની વારંવાર થતી બદલીને કારણે શિક્ષકોની ઘટ જોવા મળી છે.
kutch 2 e1536158747191 શિક્ષણ ક્ષેત્રે કચ્છની વરવી વાસ્તવિકતા : બદલીને કારણે 1500 શિક્ષકોની ઘટ
રાજ્ય સરકાર એક બાજુ સરહદી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે બીજી બાજુ કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી છે. ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના 32 શિક્ષકોને શિક્ષણ દિન નિમિતે 51 હજારનો પૂરસ્કાર આપી સન્માનિત કરવામા આવ્યા, ત્યારે બીજી બાજુ છેવાળાનો વિસ્તાર ગણાતા કચ્છમાં શિક્ષકોની ઘટ જોવા મળી છે. શિક્ષણ વિભાગ દ્વારા કચ્છનું શિક્ષણ સ્તર ઉંચુ લાવવા સ્થાયી શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તે જોવુ રહ્યુ.