Political/ લો બોલો!! ટિકિટ ન મળી તો નારાજ થઇ ગયેલા SP નેતાએ આત્મદાહનો કર્યો પ્રયત્ન

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ્યાં નેતાઓ એક પક્ષ છોડીને અન્ય પક્ષોમાં જવા લાગ્યા છે. સાથે જ ટિકિટનો વિવાદ પણ જોરમાં છે.

Top Stories
SP Leader

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ્યાં નેતાઓ એક પક્ષ છોડીને અન્ય પક્ષોમાં જવા લાગ્યા છે. સાથે જ ટિકિટનો વિવાદ પણ જોરમાં છે. આ દરમિયાન, ટિકિટ ન મળવાથી નારાજ સમાજવાદી પાર્ટીનાં એક નેતાએ લખનઉમાં પાર્ટી કાર્યાલયની બહાર આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો. સદનસીબે સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તેમનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી 2022 / ચૂંટણી પંચે રેલીઓ પર પ્રતિબંધ લંબાવ્યો, 22 જાન્યુઆરી સુધી ચૂંટણી જાહેર સભા યોજી શકશે નહીં

આદિત્ય ઠાકુર અલીગઢથી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ન મળવાથી નારાજ છે. રવિવારે ટિકિટની માંગણી કરતી વખતે તેમણે લખનઉમાં એસપી ઓફિસની બહાર પોતાના પર પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની આસપાસ ઉભા રહેલા લોકોએ તુરંત જ તેમને બચાવી લીધા હતા. માહિતી મળતા જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેમનું કહેવું છે કે તેઓ સતત પાંચ વર્ષથી સમાજવાદી પાર્ટીનાં કાર્યકર તરીકે સખત મહેનત કરી રહ્યા છે. પરંતુ પાર્ટીએ અન્ય કોઈને ટિકિટ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો – U19 World Cup / ટીમ ઈન્ડિયાએ જીત સાથે મેઘા ઇવેન્ટની કરી શરૂઆત, દ.આફ્રિકા સામે મેળવી 45 રનથી જીત

આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા બસપાનાં એક નેતાએ પણ પૈસા લઈને ટિકિટ ન આપવાનો દાવો કર્યો હતો અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં બસપા નેતા આરોપ લગાવી રહ્યા હતા કે તેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા છે. પરંતુ ટિકિટ આપવામાં આવી ન હોતી.