કાળજુ કંપાવનારી ઘટના/ 21મી સદીમાં પણ જીવે છે અંધશ્રદ્ધા, પોરબંદરમાં 2 માસની બાળકીને ભુવાએ દીધા ડામ

બખરલા ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની 2 માસની દીકરીને બે દિવસથી શરદી, કફ, શ્વાસ ભરાણી થઈ હતી આથી તરીખ 8 ફેબ્રુઆરીના રોજ આ બાળકીની માતા તેના સાસુના કહેવાથી બાળકીને ડુંગરા વિસ્તારમાં એક ભુવા પાસે લઈ ગઈ હતી.

Top Stories Gujarat Others
ડામ
  • પોરબંદરમાં કાળજુ કંપાવનારી ઘટના
  • 2 માસની બાળકીને ભુવાએ ડામ દીધા
  • બાળકીને ભુવા પાસે માતા જ લઇ ગઇ હતી
  • બાળકીને સરદી અને કફ થઇ જતાં લઇ જવાઇ
  • ભુવાએ મટાડવાના નામે માસૂમને ડામ આપ્યા

વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ અંધશ્રદ્ધ  યથાવત્ હોવાનો વધુ એક પુરાવો પોરબંદરમાંથી સામે આવ્યો છે. બખરલા ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની 2 માસની દીકરીને બે દિવસથી શરદી, કફ, શ્વાસ ભરાણી થઈ હતી આથી તરીખ 8 ફેબ્રુઆરીના રોજ આ બાળકીની માતા તેના સાસુના કહેવાથી બાળકીને ડુંગરા વિસ્તારમાં એક ભુવા પાસે લઈ ગઈ હતી. જ્યાં ભુવાએ લોખંડનો ઝીણો સળિયો ગરમ કરી આ માસૂમ બાળકીને છાતી વચ્ચે ડામ દીધો હતો. બાદ આ બાળકીની તબિયત લથડી હતી. અને શ્વાસ વધી જતા તેને તા. 9 ના રોજ આદિત્યાણા ગામે ડોકટર પાસે લઈ ગયા હતા. જ્યાં બાળકીની સ્થિતિ ગંભીર જણાતા ત્યાંના ડોક્ટરે તુરંત 108 મારફત બાળકી અને માતાને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ આ બાળકી ઓકસીજન પર આઇસીયુમાં દાખલ છે.

2 માસની બાળકીને જ્યારે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે તબીબીએ બાળકીને દાઝી જવાનું નિશાન છાતી પર જોયું. બાળકી રડતી હતી અને શ્વાસ વધી ગયો હતો. ઓકસીજન ઘટી ગયો હતો. તે સમયે ઓક્સિજન લેવલ 60 થી 65 હતું. જેથી આઇસીયુમાં દાખલ કરી સારવાર ચાલુ કરી હતી. ડામ આપવાની વાત સાંભળી તબીબો ચોંકી ઉઠ્યા હતા. જો કે, સમયસર બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવતા તેનો જીવ બચી ગયો.

આ પણ વાંચો:એક ધરતીપુત્રની કોઠાસૂઝ લાવી રંગ, 2 વિઘા જમીનમાં કર્યું એવું કે….

આ પણ વાંચો:સુરતમાં ભૂકંપના કારણે ધ્રૂજી ઉઠી ધરતી, રિક્ટર સ્કેલ પર મપાઈ 3.8 તીવ્રતા

આ પણ વાંચો:ગુજરાતના આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય, દ.આફ્રિકાથી લવાયા મન્કી