Not Set/ જીપીસીસી દ્વારા દરેક જિલ્લા મુખ્ય મથક ખાતે ધરણાંનો કાર્યક્રમ કેમ યોજાયા ..?

બિન સચિવાલય કલાર્કની  પરીક્ષા ગણતરીના કલાકો પહેલાજ રદ કરવાની સરકાર તરફથી જાહેરાત કરવામાં આવતા પરિક્ષાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.  11/10ના રોજ સાંજે જાહેરાત કરવામાં આવે છે કે બિનસચિવાલય અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવે છે. તેના 4 કલાક પહેલાં જ પરીક્ષા કેન્દ્રો પર તૈયારી કરવાની સૂચના આપનાર ગૌણ સેવા પસંદગી મંડળે કેમ અચાનક પરીક્ષા […]

Top Stories Gujarat Others
gpcc જીપીસીસી દ્વારા દરેક જિલ્લા મુખ્ય મથક ખાતે ધરણાંનો કાર્યક્રમ કેમ યોજાયા ..?

બિન સચિવાલય કલાર્કની  પરીક્ષા ગણતરીના કલાકો પહેલાજ રદ કરવાની સરકાર તરફથી જાહેરાત કરવામાં આવતા પરિક્ષાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.  11/10ના રોજ સાંજે જાહેરાત કરવામાં આવે છે કે બિનસચિવાલય અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવે છે. તેના 4 કલાક પહેલાં જ પરીક્ષા કેન્દ્રો પર તૈયારી કરવાની સૂચના આપનાર ગૌણ સેવા પસંદગી મંડળે કેમ અચાનક પરીક્ષા રદ કરી..?

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સાહેબ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવું નિવેદન આપ્યું કે પરીક્ષા રદ થવાના કારણોથી અમે અજાણ છીએ તે ચોંકાવનારૂ બની રહ્યું પણ જીતુભાઈ વાઘાણીનું હાસ્યાસ્પદ નિવેદન આવ્યું કે તહેવારોને કારણે પરીક્ષા રદ કરાઈ છે.

આ અંગે આજે ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતિ દ્વારા દરેક જિલ્લાના મુખ્ય મથક ખાતે ધરણાં નો કાર્યક્ર્મ યોજવામાં આવશે. સાથે સાથે આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે. રાજકોટ, ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. સાથે સાથે ગાંધીનગર ખાતે પણ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.