Earthquake/ સુરતમાં ભૂકંપના કારણે ધ્રૂજી ઉઠી ધરતી, રિક્ટર સ્કેલ પર મપાઈ 3.8 તીવ્રતા

શનિવારે સુરત જિલ્લામાં 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ સુરતના લગભગ 27 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW) હતું,

Gujarat Surat
ભૂકંપ

શનિવારે સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.8 જણાવવામાં આવી રહી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના અધિકારીએ જણાવ્યું હતું કે, શનિવારે સુરત જિલ્લામાં 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ સુરતના લગભગ 27 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW) હતું, તેમણે જણાવ્યું હતું. ભૂકંપનો સમય 12:52નો હોવાનું કહેવાય છે. “ભૂકંપનું કેન્દ્ર 5.2 કિમીની ઊંડાઈએ હતું અને એપીસેન્ટર સુરત જિલ્લાના હજીરાથી દૂર અરબી સમુદ્રમાં હતું,” જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું. આંચકાને કારણે કોઈ જાન-માલને નુકસાન થયું નથી.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અનુસાર, રાજ્ય ભૂકંપનું ઉચ્ચ જોખમ ધરાવતું ક્ષેત્ર છે અને રાજ્યમાં 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને 2001માં મોટા ભૂકંપો આવ્યા છે. 2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો, જેમાં 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ ઘાયલ થયા હતા.

નોંધનીય છે કે, બે દિવસ પહેલા કચ્છના દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તિવ્રતા 3.0 ની હતી. બપોરે 1:45 મિનિટે આ આંચકો અનુભવાયો હતો. તો બીજી તરફ અમરેલી વિસ્તારમાં પણ સતત આવી રહેલા ભૂંકપના આંચકાથી લોકો ભયભીત બન્યા છે.

આ પણ વાંચો:ગુજરાતના આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય, દ.આફ્રિકાથી લવાયા મન્કી

આ પણ વાંચો:દોઢ કરોડની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ

આ પણ વાંચો:બિલ્ડરો-ગ્રાહકોને રાહતઃ નવી જંત્રી હાલમાં નહીં 15 એપ્રિલથી અમલી બનશે