યાત્રાધામ વિરપુરમાં આવેલા જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ બિહામણી પુલની રેલીંગ લાઈન છેલ્લા 6 મહિનાથી તુટી હોવા છતા રિંપેરિંગ કરવમાં આવ્યું નથી. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.જેથી તંત્ર જાણે કે કોઈ દુર્ઘટના ઘટવાની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે.જાગૃત યુવાનોએ નેશનલ હાઈવે ઓથોરીટીને અનેકવાર ઓનલાઈન રજુઆતો કરી છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
એક બાજુ સમગ્ર રાજ્યભરના નેશનલ હાઈવેના રસ્તા એટલી હદે તૂટી ગયા છે કે ઘણા વાહન ચાલકોને તો વાહનના ટાયર અને વાહનની સલામતી માટે વાહનને પાર્ક કરીને મૂકી દેવા પડયા છે બીજી બાજુ હાઇવે ઓથોરીટી વાહન ચાલકો પાસેથી રોજ લાખો કરોડો રુપિયાનો ટોલટેક્ષ વસૂલી રહ્યા છે. ઉપરથી જ્યાં જોઈએ ત્યાં જાણે પડ્યા પર પાટુ મારતા હોય તેટલા ટોલ નાકાનો ટોલ ટેક્ષ આમાં વાહન ચાલકો ફરીથી ગાડા યુગમાં આવી જાય તેવો માહોલ સરકારે ઉભો કરી દીધો છે. આટલું ઓછું હોય તેમ કરોડો રુપિયાનો ટોલ ટેક્ષ વસુલતા ટોલ નાકા પાસે રોડ, પુલ રીપેરીંગ કરાવાની હાઈ વે ઓથોરીટીની જવાબદારી હોવા છતાંય રીપેરીંગની કંઈ કામગીરી કરવામાં આવતી નથી.
જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે પર વીરપુર ગામ પાસે નેશનલ હાઇવે 27 માં મસ મોટા ખાડાઓ પડી ગયા છે જે રોડ અતિ બિસમાર હાલતમાં થઈ ગયો છે જ્યારે વીરપુર પાસે નેશનલ હાઇવે 27 પર આવેલ બિહામણીના તરીકે ઓળખાતા પુલની રેલીંગ છેલ્લા છ એક મહિનાથી તૂટી ગઇ છે જેમાં થોડા દિવસ પૂર્વે જ પેસેન્જર ભરેલ એક છકડો રિક્ષા પૂલ નીચે ખાબક્તા સ્ટેજમાં રહી ગઇ હતી. જો નીચે ખાબકી હોત તો ખૂબ મોટી જાનહાની થઇ જ હોત આ બાબતે વીરપુરના જાગૃત યુવાનોએ નેશનલ હાઈવે ઓથોરીટીને અનેકવાર ઓનલાઈન રજુઆતો કરી છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
નેશનલ હાઇવે પર રોડ તેમજ રેલીંગ રીપેર ન કરી હાઈવે ઓથોરિટી જાણે કોઇ મોટી જાનહાની થવાની રાહ જોતુ હોય તેવું વાહનચાલકો આક્ષેપ કરી રહ્યા છે.અને સત્વરે પુલની રેલિંગ અને હાઇવે રોડની મરામત કરવાની માંગ કરી રહ્યા છે,વીરપુર પાસેના રોડ ઉપર ખાડા અને પુલ ની રેલિંગ તૂટેલી હાલતમાં હોવાથી અકસ્માત નો પણ ભય છે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા રીપેરીંગ કામ કરવું જરૂરી છે.
આ પણ વાંચો:15 વર્ષમાં BJPની 37% સીટો ઘટી, શું MPના વિજય રૂપાણી બનશે શિવરાજ?
આ પણ વાંચો: નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતિ સમારોહમાં સામેલ થયા PM મોદી, અનેક વિકાસ પ્રોજેક્ટોનું કર્યું ઉદ્ઘાટન
