Not Set/ એમ.એસ.યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે કમિટીએ શરૂ કરી તપાસ

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં મામલે સરકારે તપાસ કમિટીની રચના કરી છે, આ કમિટીએ આજે તપાસ શરૂ કરી છે અને ફરિયાદ કરનારા સંકલન સમિતિના 13 સભ્યોના નિવેદન લીધા હતા

Gujarat
1 15 એમ.એસ.યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે કમિટીએ શરૂ કરી તપાસ

એમ.એસ યુનિવર્સિમાં ભરતી કૌભાંડના આક્ષેપો સાથે સંકલન સમિતિના 13 સભ્યો દ્વારા મુખ્યમંત્રીથી લઇને શિક્ષણમંત્રી સુધી ફરિયાદો કરી હતી. સાવલીના ધારાસભ્યે પણ તપાસ કરવા માટે માગણી કરી હતી. જેના પગલે રાજ્ય સરકારે 2 સભ્યોને યુનિવર્સિટીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. તપાસ સમિતિના સભ્યોએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે તપાસ માટે આવ્યા હતા, જેમાં સરકારી પોલીટેક્નિક કોલેજના પ્રિન્સિપાલનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં મામલે સરકારે તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટીએ આજે તપાસ શરૂ કરી છે અને ફરિયાદ કરનારા સંકલન સમિતિના 13 સભ્યોના નિવેદન લીધા હતા. આ દરમિયાન સંકલન સમિતાના સભ્યોએ કુલપતિને રજા ઉતારીને નવા કુલપતિની નિમણૂંક કરવામાં આવે તેવી માગ કરી હતી.

સભ્યો દ્વારા સંકલન સમિતિના સેનેટ-સિન્ડિકેટ સભ્યો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો વિશે માહિતી મેળવી હતી. શુક્રવારે ભરતી કૌભાંડના આક્ષેપો કરનાર સેનેટ-સિન્ડિકેટ સભ્યો પાસેથી જરૂરી દસ્તાવેજો તથા લેખિતમાં પણ જે માહિતી ફરિયાદ લેવાશે. સાંજે 4.30 વાગ્યે આવેલી કમિટીના સભ્યોએ મેરથોન બેઠક કરી હતી. 3 સિન્ડિકેટ સભ્યો હસમુખ વાઘેલા, દિલીપ કટારીયા તથા ચેતન સોમાણી સાથે મુલાકાત કરી હતી. સંકલન સમિતિના જે 13 સભ્યોએ ભરતી કૌભાંડની ફરિયાદ કરી છે તેમનાં આજે નિવેદનો લેવામાં આવ્યા હતા. એમ.એસ યુનિવર્સિના રજિસ્ટ્રાર કે.એમ.ચુડાસમાએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટી પાસેથી કમિટી દ્વારા હજુ સુધી કંઇ માગવામાં આવ્યું હતું. આ મામલે હવે જે કંઇ કરવાનું હશે તે યુનિવર્સિટી કરશે.