Not Set/ દુષ્કર્મ/ વલસાડ અને અમદાવાદમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી

દેશભરમાં દુષ્કર્મ મામલે ઉહાપો જોવામાં આવી  રહ્યો છે, અને આંંકડા જોવામાં આવે તો કહી શકાય કે દુષ્કર્મ મામલે ગુજરાત પણ દૂધનું ધોયેલું બિલકુલ નથી. પાછલા એક મહિનાની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ એવરેજ રોજની એક દુષ્કર્મ કે મહિલા વિરુધ  પાશવી અત્યાચારની ઘટના નોંધવામાં આવી છે. રેપ, ગેંગરેપ જેવી છાશવારે ઘટતી ઘટનાથી ગુજરાતનું જંગલીકરણ […]

Ahmedabad Top Stories Gujarat Others
rape 8 દુષ્કર્મ/ વલસાડ અને અમદાવાદમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી

દેશભરમાં દુષ્કર્મ મામલે ઉહાપો જોવામાં આવી  રહ્યો છે, અને આંંકડા જોવામાં આવે તો કહી શકાય કે દુષ્કર્મ મામલે ગુજરાત પણ દૂધનું ધોયેલું બિલકુલ નથી. પાછલા એક મહિનાની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ એવરેજ રોજની એક દુષ્કર્મ કે મહિલા વિરુધ  પાશવી અત્યાચારની ઘટના નોંધવામાં આવી છે. રેપ, ગેંગરેપ જેવી છાશવારે ઘટતી ઘટનાથી ગુજરાતનું જંગલીકરણ થઇ રહ્યાનો મત હવે તો સામાન્ય પ્રજા પણ આપી રહી છે. ત્યારે ફરી એકવાર એક સાથે બે દુષ્કર્મની ઘટના સામે આવી છે.

વલસાડ ફરી એકવાર દુષ્કર્મની ઘટના

વલસાડમાં સમાજને લાલછન રુપ દુષ્કર્મનાં કિસ્સામાં એક પિતા દ્વારા એક વખત નહીં પરંતુ અનેક વખત પોતાની જ દિકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. વાસના ભૂખ્યા પિતાએ પુત્રી 8 વર્ષની હતી ત્યારે જ તેને શિકાર બનાવવાનું શરુ કરી દીધેલું. વાત તો ત્યારે સામે આવી જ્યારે શારિરીક યાતનાથી યુવતી મામાના ઘરે જતી રહી હતી. યુવતી દ્વારા સમગ્ર ઘટના ક્રમ પોતાનાં મામાને  કહેવામાં આવતા, દુષ્કર્મની ઘટના સામે આવી છે. એ પણ અચરજની વાત છે કે આ વાતની ખબર મા ને પણ હતી. માત-પુત્રી દ્વારા આ વાતનો વિરોધ કરતા પિતાએ બંને ને માર પણ માર્યો હતો. પોલીસે હંમેશની માફક આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ બાળકીનાં અપહરણ બાદ સામુહિક દુષ્કર્મ 

ગુજરાતનાં મેગાસીટી પર ફરી એકવાર દાગ લાગ્યો હોય તેવી ઘટના બની છે. અમદાવાદનાં નારોલમાં બાળકીનાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગઇ 11 તારીખે રાતે 10 વાગ્યાથી બાળકી ગુમ થઈ હતી અને બાદમાં બાળકી  મળી પણ આવી હતી. બાળકી મળી આવતા સોસાયટીનાં રહીશોએ બાળકીને રાખી મુકી હતી અને 12 તારીખે બાળકીને તેના માતા પિતાને સોંપાઈ હતી. માતા-પિતાને પાછી સોંપવામાં આવેલી બાળકીને દુખાવો થતા તેણીને હોસ્પિટલ ખસેડાઈ હતી. અને હોસ્પિટલમાં હાલત નાજુક જણાતા હાલ ICUમાં સારવાર હેઠળ છે. પ્રાથિમક તપાસની વિગતોમાં બાળકી સાથે સામુહિત દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા હાલ અપહરણ અને પોક્સોની ફરિયાદ નોંધાઈ છે.

ક્યારે અટકશે આ દિકરી પરનાં પાશવી અત્યાચાર

ઘટનાઓ સામે આવી રહી છે, પોલીસ પોતાનું કામ કરી રહી છે, અપરાધીઓને સજા પણ કરવામાં આવી જ રહી છે અને કહેવાય કે ફાંસી સહિતની સજા કરવામાં આવી રહી છે. બધી વાત બિલકુલ સાચી અને યોગ્ય છે, પણ કોઇને ફાંસી કે આજીવન કેદની સજાથી દુષ્કર્મની પીડિતાને ન્યાય મળશે? શું આવી ઘટના બનવી જ  મોટી વાત નથી? આવી ઘટનાઓ બને જ  કેમ?  શું આ માટે બીજો કોઇ ઉપાય નથી ? આ પ્રશ્ન તંત્રને જ નહીં, પણ સમાજ અને સામાન્ય માણસો માટેનાં પણ છે…..અમુક સામાજીક પ્રશ્નમાં ફક્ત સરકાર જ જવાબદાર નથી હોતી, પરતું વ્યક્તિગત જવાબદારી પણ હોય છે, તે દરેકે સમજવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.