Strike/ અંતે અમદાવાદ આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાઈ

અંતે અમદાવાદ આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાઈ ગઇ છે. ફરી એક વખત ભાજપનાં સંકટ મોચકે પોતાને સંકટ મોચક સાબિત કરતા આરોગ્ય કર્મીઓને મનાવી લીધા છે અને ધીનાં ઠામમાં ઘી જેવો ક્યાસ જોવામાં આવ્યો છે. 

Ahmedabad Gujarat
panther 11 અંતે અમદાવાદ આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાઈ

અંતે અમદાવાદ આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાઈ ગઇ છે. ફરી એક વખત ભાજપનાં સંકટ મોચકે પોતાને સંકટ મોચક સાબિત કરતા આરોગ્ય કર્મીઓને મનાવી લીધા છે અને ધીનાં ઠામમાં ઘી જેવો ક્યાસ જોવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય કર્મચારી સંઘની હડતાળ ચાલી રહી હતી. પ્રમોશન અને ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને આરોગ્ય કર્મચારીઓનો વિરોધ હતો. જેને લઈને હડતાળ થતા હડતાળને સમેટી લેવા માટે સરકારે ચેતવણી પણ આપી હતી. કોરોના રસીકરણમાં આ સંઘને આડખીલીરૂપ ના થવા માટે ચેતવણી અપાઈ હતી. છતાં તેમણે હડતાળ અને વિરોધ યથાવત રાખ્યો હતો.

પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 12મી જાન્યુઆરીથી હડતાલ ઉપર ઉતર્યા હતા. પોતાની માંગણી પુરી કરાવવા માટે તેમણે આરોગ્ય કર્મચારી સંઘ બેઠક યોજી હતી. જેમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા. જેમાં નીતિન પટેલ સાથેની ચર્ચા બાદ આરોગ્ય કર્મચારીઓએ હડતાલ સમેટી લેવાનો નિર્ણય લીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…