@સાગર સંઘાણી
jamnagar News: જામનગર તાલુકાના મોરારદાસ ખંભાલીડા ગામમાં એક વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને એક ઝાડની નીચે કેટલાક શખ્સો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો, વાડી માલિક સહિત ૧૧ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેવો પાસેથી રૂપિયા ૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરના પંચકોસી એ. ડિવિઝનના પી.એસ.આઇ જેપી.સોઢા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના મોરારદાસ ખંભાલીડા ગામમાં રહેતા મહિરાજસિંહ ઉર્ફે મયુર જશવંતસિંહ જાડેજાની વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને ત્રણ ખૂણીયા વાડી માં એક લીમડાના ઝાડ નીચે કેટલાક જુગારીયા તત્વો એકત્ર થઈ ને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડી માલિક સહિત ૧૧ શખ્સો ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે મહીરાજસિંહ જશવંતસિંહ જાડેજા, ઉપરાંત પરેશ માવજીભાઈ ભીમાણી, રાજેશ લાલજીભાઈ ગડારા, કાંતિલાલ ઉર્ફે કાનો ગંગારામભાઈ સંતોકી, ખેતુભા ઉર્ફે પીન્ટુ રામસિંગ જાડેજા, ભુપેન્દ્રભાઈ પીતાંબરભાઈ પટેલ, નિલેશ ઉર્ફે ટીનો લાલજીભાઈ ગડારા, સંજયસિંહ સતુભા જાડેજા, શાંતિભાઈ માવજીભાઈ ગડારા, પ્રવીણ અમૃતલાલ નિમાવત, તેમજ લાભૂભારથી બચુભારથી ગોસાઈ સહિત ૧૧ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે.
પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા ૨,૦૧,૬૦૦ ની રોકડ રકમ ગંજીપાના ૬ નંગ મોટરસાયકલ અને ૧૧ નંગ મોબાઈલ ફોન સહિત ૪,૨૯,૦૦૦ ની માલ વધતા કબજે કરી લીધી છે.
જામજોધપુરના સંગચીરોડા ગામમાં જુગાર અંગે દરોડો
જામજોધપુર તાલુકાના સંગચીરોડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા લાખાભાઈ સીદાભાઈ પરમાર, મહિપતસિંહ અમરસિંહ ડાભી, વસીમ ઈકબાલભાઈ મલિક, વિક્રમસિંહ બાલુભા ચાવડા, ગણેશગીરી પ્રેમ ગીરી ગોસ્વામી, અને અવશીભાઈ રૂપાભાઈ પરમારની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૨૦૩૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી
આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ
આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!
આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ