Gujarat/ આગામી સમયમાં પણ વરસાદની શક્યતા, બે દિવસ બાદ વરસાદી સિસ્ટમ થશે વધુ સક્રિય

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. વરસાદની આગાહીથી રાજ્યા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં…

Top Stories Gujarat
Gujarat Rainfall Forecast

Gujarat Rainfall Forecast: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. વરસાદની આગાહીથી રાજ્યા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તા.4, 5 અને 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હાલ રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એવામાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીથી ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની ચિંતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 માર્ચથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી છાંટા પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી આગામી ચાર દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું માનીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરતમાં વરસાદની શક્યતા છે. આ સાથે ગીરસોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલીના દરિયાકાંઠના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધાનિય છે કે, 5 થી 7 માર્ચ વચ્ચે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવાના આવતા હવે કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ ઊભી સર્જાઈ છે. અરવલ્લી પથંકમાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. તા. 4 થી 6 માર્ચ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રારે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને ચેરમેનને સાવચેતી રાખવાની જાણ કરાઈ છે. માર્કેટયાર્ડમાં આવેલા પાકને સચેતસ્થળે ખસેડવા સૂચના જારી કરાઈ છે. ત્યારે સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.

આ પણ વાંચો: Biden-Scholtz/ રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ શોધી કાઢ્યાનો અમેરિકા-જર્મનીનો દાવો

આ પણ વાંચો: Drug Peddler/ જમ્મુ-કાશ્મીરમાં 35 કરોડનું હેરોઇન પકડાયુ, કુખ્યાત ડ્રગ પેડલર ઝડપાયો

આ પણ વાંચો: મોટા સમાચાર/ ખેડૂતો માટે સારા સમાચાર, નૈનો યુરિયા બાદ હવે ભારત સરકારે નૈનો DAP ને પણ આપી મંજૂરી