Not Set/ મકરસંક્રાતિ/ પંતગ ચગાવતા કે પકડવા જતા બસ આટલી કાળજી રાખજો

સૌનાં પ્રિય પર્વ ઉતરાયણને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ઉતરાયણનો ઉત્સવ આનંદમય બની રહે તે માટે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે, પતંગ ઉડાડતા કે પકડતા સમયે અકસ્માત-ઈજાનો ભોગ ન બનીએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા પતંગ-દોરાથી અન્ય કોઈ જીવને પણ નુકસાન ન પહુચે તેની કાળજી રાખવી. બની શકે તો […]

Top Stories Navratri 2022
utarayan.jpg4 મકરસંક્રાતિ/ પંતગ ચગાવતા કે પકડવા જતા બસ આટલી કાળજી રાખજો

સૌનાં પ્રિય પર્વ ઉતરાયણને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ઉતરાયણનો ઉત્સવ આનંદમય બની રહે તે માટે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે, પતંગ ઉડાડતા કે પકડતા સમયે અકસ્માત-ઈજાનો ભોગ ન બનીએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા પતંગ-દોરાથી અન્ય કોઈ જીવને પણ નુકસાન ન પહુચે તેની કાળજી રાખવી.

બની શકે તો ઊંચાઈવાળી જગ્યાઓ ધાબા-અગાસીની જગ્યાએ ખુલ્લા મેદાનોમાં પતંગ ચગાવવી. વહેલી સવારે અને મોડી સાંજે પશુપક્ષી આકાશમાં વધુ પ્રમાણમાં ઉડતા-વિહરતા હોય બપોરનાં સમયે પતંગ ચગાવવી પ્રત્યેક જીવ માટે હિતાવક છે.

પતંગ ચગાવતા સમયે ઈલેક્ટ્રિક તાર કે થાંભલામાં પતંગ અટવાઈ જાય તો તેને ખેંચવી નહીં, વીજ કરંટ લાગી શકે છે. બાળકો પતંગ ચગાવતા હોય ત્યાં મોટેરાઓએ તેમની પર ખાસ ધ્યાન દેવું. સ્વયં કે કોઈપણ વ્યક્તિને પતંગ-દોરાથી ઈજા ન પહુચે એ પ્રકારે ઉતરાયણનો તહેવાર સુખ-શાંતિથી ઉજવવો જોઈએ.

મંતવ્ય ન્યૂઝ પરિવાર આપને પાઠવે છે મકરસંક્રાતિનાં ખુબ ખુબ અભિનંંદન…………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.