Not Set/ ઉત્તરાયણ/ પોળમાં પતંગનો આનંદ માણવા, લોકો ચૂકવે છે ધાબા માટે 15થી 35 હજાર ભાડું

અમદાવાદની ઉત્તરાયણની તો વાત જ ન પૂછો. અમદાવાદમાંમ જો કોઇ તહેવાર દિલથી મનાવાતો હોય તો તે છે ઉત્તરાયણ. તેમાં પણ પોળમાં પતંગ ચગાવવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. ટ્રેડિશનલ રીતે ઉજવાતી મકરસંક્રાંતિના કારણે થોડા વર્ષોથી પોળમાં પતંગ ચગાવવાનો ક્રેઝ વધ્યો છે. પોળના ધાબા પર પતંગ ચગાવવા માટે લોકો દિવસો પહેલા જ ધાબા બુક કરાવે […]

Ahmedabad Gujarat
utarayan.jpg4 ઉત્તરાયણ/ પોળમાં પતંગનો આનંદ માણવા, લોકો ચૂકવે છે ધાબા માટે 15થી 35 હજાર ભાડું

અમદાવાદની ઉત્તરાયણની તો વાત જ ન પૂછો. અમદાવાદમાંમ જો કોઇ તહેવાર દિલથી મનાવાતો હોય તો તે છે ઉત્તરાયણ. તેમાં પણ પોળમાં પતંગ ચગાવવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. ટ્રેડિશનલ રીતે ઉજવાતી મકરસંક્રાંતિના કારણે થોડા વર્ષોથી પોળમાં પતંગ ચગાવવાનો ક્રેઝ વધ્યો છે.

પોળના ધાબા પર પતંગ ચગાવવા માટે લોકો દિવસો પહેલા જ ધાબા બુક કરાવે છે. તમે નહીં માનો પણ ધાબા માટે લોકો 15થી 35 હજાર સુધીનું ભાડું ચૂકવવા પણ તૈયાર હોય છે..અમદાવાદના દરિયાપુર, કાલુપુર, ખાડિયા, ગાંધીરોડ, પાંચકૂવા, રિલીફ રોડ અને રાયપુર જેવા કોટ વિસ્તારમાં આવા ધાબાની ડિમાન્ડ ખૂબ રહે છે. ધાબાના માલિકો ધાબું ભાડે રાખનારાને સવારનો નાસ્તો, લંચ અને હાઈ ટીની સેવા પૂરી પાડે છે. મોટી સંખ્યામાં વિદેશીઓ પણ આવા ધાબાનું બુકિંગ કરાવે છે.

કાઇપો છે……………….

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.