Not Set/ ચૂંટણી 2020/ દિલ્હી કોંગ્રેસને ઝટકે પે ઝટકા, આ પૂર્વ સાંસદનો પુત્ર ‘આપ’ માં જોડાયો

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. પાર્ટીના પૂર્વ સાંસદ મહાબાલ મિશ્રાનો પુત્ર વિનય મિશ્રા આમ આદમી પાર્ટીમાં જોડાયો છે. આ ઉપરાંત દિલ્હીના બદપરપુરના રામસિંહ, ગાંધીનગરના જીતુ ચૌધરી પણ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. Delhi: Former Badarpur MLA Ram Singh, Vinay Mishra, son of former Congress MP Mahabal Mishra; Jai Bhagwan and […]

Top Stories India
delhi 1 ચૂંટણી 2020/ દિલ્હી કોંગ્રેસને ઝટકે પે ઝટકા, આ પૂર્વ સાંસદનો પુત્ર 'આપ' માં જોડાયો

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. પાર્ટીના પૂર્વ સાંસદ મહાબાલ મિશ્રાનો પુત્ર વિનય મિશ્રા આમ આદમી પાર્ટીમાં જોડાયો છે. આ ઉપરાંત દિલ્હીના બદપરપુરના રામસિંહ, ગાંધીનગરના જીતુ ચૌધરી પણ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

જણાવી દઈએ કે મટિહમલથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના શોએબ ઇકબાલ ગુરુવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમના પુત્ર અને કોંગ્રેસના કાઉન્સિલર આલે ઇકબાલે પણ આપમાંથી ઉમેદવારી નોંધાવી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની હાજરીમાં, શોએબ ઇકબાલ અને તેમની આખી ટીમે સાથે મળીને ‘આપ’ માંછી ઉમેદવારી નોંધાવી હતી.

આ સાથે જ દિલ્હી યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ યાદવ પણ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ કહી શકાય કે કોંગ્રેસને દિલ્હી વિધાનસભા 2020ની ચૂંટણી પહેલા કેજરીવાલ ઝટકે પે ઝટકા આપી રહ્યા છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.