ગુજરાત/ કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને નવા વેરીએંટની દસ્તકને પગલે આરોગ્ય વિભાગ સજ્જ, આવી છે તૈયારીઓ

અત્યારથી જ મોટા શહેરો અને અલગ અલગ જિલ્લાઓ મા 80,754 બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે. પુખ્ત વયના નાગરિકો માટે વેન્ટિલેટર થી સજ્જ 6551 બેડ ઉપરાંત 6298 આઇસીયું બેડ તૈયાર કરાયા છે. 

Top Stories Gujarat Others
બિપિન રાવત 6 કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને નવા વેરીએંટની દસ્તકને પગલે આરોગ્ય વિભાગ સજ્જ, આવી છે તૈયારીઓ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  વધુમાં રાજ્યમાં નવા વેરીએંટ ઓમીક્રૉનએ પણ દસ્તક દીધી છે. ત્યારે રાજ્ય સરકાર એ પણ સંભવિત ત્રીજી લહેર અને નવા વેરીએંટ સામે લડવા માટે કમર કસી છે. કોરોનાની બીજી લહેરની પારાવાર ભયાનકતા જોયા બાદ સરકારએ  સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે અત્યારથી જ અનેક મોરચે વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરી દીધી છે. જેમાં હોસ્પિટલમાં બેડ, ઑક્સીજન, ટેસ્ટિંગ સુવિધા દવા વિગેરે નો સમાવેશ થાય છે.

કોરોના પોઝિટિવ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યારથી જ મોટા શહેરો અને અલગ અલગ જિલ્લાઓ મા 80,754 બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે. પુખ્ત વયના નાગરિકો માટે વેન્ટિલેટર થી સજ્જ 6551 બેડ ઉપરાંત 6298 આઇસીયું બેડ તૈયાર કરાયા છે. ઓક્સિજન સાથેના નોન. આઇસીયું બેડ 48744 અને ઓક્સિજન વિનાના 19673 બેડ તૈયાર કરાયા છે.

કોરોનાની ત્રીજી લહેર

મેડિકલ સોસાયટી પાસે ત્રણ લાખથી વધુ રેમડેસ્ટિવર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. હાલ કોરોનામાં વપરાતા લિથો સોમલ એન્ફો થેરીસીન બી-50, એમ.જી.ના 71485 ઇન્જેકશન,  લાયો ફિલઈઝેડ એમ્પો થેરેસીનના 5943 ઇન્જેક્શન, ટોસિલો ઝુમેબ ના 80 એમ જી ના 1354 ઇન્જેક્શન , 11,42,122 વિટીએમ કીટ , 30 લાખથી વધુ આર.એ.ટી કીટ ઉપરાંત ફેવિપેરા વિટ ટેબ્લેટ ને 27 લાખથી વધુ નો જથ્થો સ્ટોક કરાયો છે.

કોરોનાના નવા વેરિયન્ટ

રાજ્ય સરકારે RTPCR માટે કુલ ૧૨૧ લેબ ઉભી કરી છે. જેમા 58 સરકારી અને 63 ખાનગી લેબોરેટરીના નો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે અલગ-અલગ ટેસ્ટ માટે સરકારી 60 અને ખાનગી 73 મળી ફુલ 133 લેબ ઉભી કરી હોવાનો દાવો કર્યો છે.

ગજબ હો, / અહીં છે એશિયાની સૌથી મોટી કીડીઓની વસાહત, દોઢસો વીઘા જમીનમાં કરોડો કીડીઓ

હિન્દુ ધર્મ / ધ્વજ હિંદુ પરંપરાનો એક ભાગ છે, તેને ઘર કે મંદિરમાં લગાવવાથી દૂર થાય છે વાસ્તુ અને ગ્રહોના દોષ

હિન્દુ ધર્મ / યજ્ઞ અને હવનમાં આહુતિ આપતી વખતે શા માટે સ્વાહા ઉચ્ચારવામાં આવે છે, જાણો કેમ ?

આસ્થા / કટાર અને તલવાર બહાદુરી અને મહેનતનું પ્રતીક છે, લગ્ન વખતે વરરાજા તેની સાથે કેમ રાખે છે?

કચ્છ / અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ ખેંચ્યા પાછા..

National / CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ