Not Set/ રાજ્યમાં આજે 10 લોકોના મોત સાથે નોધાયાં 644 નવા કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ  9965 લોકોએ  કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Top Stories Gujarat Others
gujarat corona રાજ્યમાં આજે 10 લોકોના મોત સાથે નોધાયાં 644 નવા કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 644  નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,18,351 પહોંચ્યો  છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ  9965 લોકોએ  કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1675 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા  7,94,703 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા
13,683 છે.

રાજ્યમાં હાલ 346 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 1,91,80,865 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,66,222 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 93 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 63 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 37 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 92 કેસ, જ્યારે ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 27 કેસ અને ગ્રામ્યમાં 29 કેસ નોંધાયા છે.

corona update 9 may રાજ્યમાં આજે 10 લોકોના મોત સાથે નોધાયાં 644 નવા કેસ