MANTAVYA Vishesh/ ભારતીયોની ઇઝરાયલમાં ભરતી ; 1.37 લાખ પગાર સહિત અનેક સુવિધા

શા માટે ભારતમાંથી લોકો કામ માટે ઇઝરાયલ જવા ઇચ્છે છે,  કોણ કરી રહ્યું છે આ ભરતી અને ત્યાં શું કામ કરાવશે, તેમને કેટલો પગાર મળશે તથા તેમની સુરક્ષાની શું ગેરંટી છે, આ તમામ પ્રશ્નોના જવાબ જાણીશું આજના અમારા આ વિશેષ અહેવાલમાં.…

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • ઇઝરાયલ જવા ભારતીયોની ભરતી 
  • ભારતીયો કેમ કામ માટે ઇઝરાયલ જવા ઇચ્છે છે?
  • કોણ કરી રહ્યું છે આ ભરતી ?
  • શું કામ કરાવશે, તેમને કેટલો પગાર મળશે ?
  • યુપીમાંથી 5,087 કામદારોની પસંદગી
  • હરિયાણામાંથી 530 કામદારોની પસંદગી
  • 40 હજાર કામદારોને ઈઝરાયલ મોકલવાનું લક્ષ્ય

@ધવલ પટેલ

હાલ લોકો કામ માટે ઈઝરાયલ જવા ઈચ્છે ત્યારે,  આ તમામ લોકોની ઈઝરાઈલમાં ભરતી કોણ કરી રહ્યું છે, અને તેમને ત્યાં શું કામ કરાવશે તેમજ કેટલો પગાર મળશે તથા તેમની સુરક્ષાની શું ગેરંટી છે.આવા અનેક સવાલો થઈ રહ્યાં છે. ત્યારે ઈઝરાયલ જવા માટે સિલેક્ટ થયેલા કેટલાક લોકોનો ઈન્ટરવ્યું સામે આવ્યા છે.ત્યારે આપણે જાણીએ કે તેઓ શું કહી રહ્યાં છે.
રામશંકર લખનઉના તેલીબાગ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેઓ એ ઈઝરાયલ જવા માટે જરૂરી ટેક્નિકલ ટેસ્ટ પાસ કરી છે, અને હવે તેઓ અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, જે ગમે ત્યારે આવી શકે છે.ત્યારે રામશંકર કહે છે કે, ‘મેં કુવૈતમાં 3 વર્ષથી બાંધકામનું કામ કર્યું છે. હવે ઇઝરાયલ જવાનું કારણ બાળકોના ભવિષ્ય માટે પૈસા કમાવવાનું છે. તેમને ઈઝરાયલની પરિસ્થિતિ વિશે પુછતા તેઓ જણાવે છે કે, હું જાણું છું કે ત્યાંની સ્થિતિ જોખમી છે, પણ મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારે મારી પત્ની, બે બાળકો અને મારાં માતા-પિતાનું ધ્યાન રાખવાનું છે. તેથી મેં ઈઝરાયલ જવા માટે ફોર્મ ભર્યું છે.
રામશંકર કહે છે કે , ‘મેં ન્યૂઝ પેપરમાં વાંચ્યું, ત્યાર બાદ લખનઉ આઈટીઆઈમાં જોબ કેમ્પ હતો, મેં ત્યાં અરજી કરી. અને ઈઝરાયલથી આવેલા લોકોએ મારી પરીક્ષા લીધી અને હું પ્રેક્ટિકલમાં પાસ થયો. હાલમાં શ્રમ વિભાગ દ્વારા દસ્તાવેજોનું પોલિસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આ પછી અંતિમ મંજૂરી આપવામાં આવશે. તો રામશંકર જલદી ઈઝરાયલ જવા માગે છે..અને બીજી તરફ તેમની પત્ની ગુંજન આનાથી ખુશ નથી. તેમના પતિ તરફ ઈશારો કરીને તે કહે છે કે, ‘તેમણે ઈઝરાયેલમાં નોકરી વિશે કશું કહ્યું ન હતું. જ્યારે અમને ખબર પડી ત્યારે આખું ઘર ચિંતિત થઈ ગયું અમે બધા જવાની ના પાડી રહ્યા છીએ, પરંતુ સારા પગારને કારણે તેઓ ઈઝરાયલ જઈ રહ્યા છે.’
તો બારાબંકીના રહેવાસી સુનીલ કુમાર 26 વર્ષના છે. અને ગયા વર્ષે લગ્ન થયા હતા. વધુ પૈસા કમાવા માટે તેમણે ઈઝરાયલ જવા માટે પણ અરજી કરી છે.ત્યારે સુનીલ કહે છે કે, ‘હું 23 જાન્યુઆરીની સવારે લખનઉના ITI સેન્ટર ગયો હતો. 200 લોકો પહેલાંથી જ ત્યાં હાજર હતા. મેં પણ ફોર્મ ભર્યું અને ટેસ્ટ માટે અરજી કરી.’મારી પત્ની નથી ઈચ્છતી કે હું વિદેશ જઈને કામ કરું, પણ હું ક્યાં સુધી રોજના 500 રૂપિયામાં કામ કરી શકીશ? ભય દરેક જગ્યાએ છે. તેથી એવી જગ્યાએ રહેવું સારું છે જ્યાં તમને વધુ પૈસા મળે. હું માનું છું કે ગરીબમાં જીવવા કરતાં અમીર મરવું સારું છે. તેથી, હું ઈઝરાયલ જઈને કામ કરવા તૈયાર છું.
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં 18 હજાર ભારતીયો ઈઝરાયલમાં કામ કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગની નર્સો અને તબીબી ક્ષેત્રમાં હેલ્પર છે.હાલમાં ચાલી રહેલી ભરતી અભિયાનમાં લોખંડ બાઈન્ડિંગ, ફ્લોર-ટાઈલ્સ સેટિંગ, ચણતર, પ્લાસ્ટરિંગ અને શટરિંગ કાર્પેન્ટર જેવા કામમાં નિષ્ણાત લોકોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે રામશંકર કહે છે કે, ‘ભારતમાં સ્ટીલ ફિટિંગ અને આયર્ન બાઈન્ડિંગ જેવા કામ માટે રોજના 500થી 700 રૂપિયા મળે છે. અને ઈઝરાયલમાં મળતો પગાર ભારતમાં મળતા વેતન કરતાં 5 ગણો વધુ છે. અમને કહેવામાં આવ્યું છે કે આ કામ માટે અમને દર મહિને 1 લાખ રૂપિયાથી વધુનો પગાર મળશે. ત્યારે ઈઝરાયલ સરકારની એજન્સી પોપ્યુલેશન એન્ડ ઇમિગ્રેશન ઓથોરિટીએ ભારતમાંથી જનારા કામદારો માટે પગારનું માળખું બહાર પાડ્યું છે. આ હિસાબે તેમને દર મહિને 1.37 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે, અને ભારતમાંથી ફક્ત તે જ કામદારોને ઈઝરાયલ મોકલવામાં આવશે જેમની પાસે મિકેનિકલ અથવા કન્સ્ટ્રક્શન ટ્રેડમાં ડિપ્લોમા છે.
હવે ભારત અને ઈઝરાયલ વચ્ચે થયેલ સમજૂતીને સમજીએ, જેના પછી ભારતમાંથી કામદારો ઈઝરાયલ જઈ રહ્યા છે. 40 હજાર કામદારોને ઈઝરાયલ મોકલવાનું લક્ષ્ય છે.7 ઓક્ટોબર, 2023ના રોજ, પેલેસ્ટિનિયન સંગઠન હમાસના લડવૈયાઓએ ઇઝરાયલ પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 1200 લોકોના મોત થયા હતા. હમાસના લડવૈયાઓ 200 લોકોનું અપહરણ કરીને ગાઝા પટ્ટી લઈ ગયા હતા. આ ઘટના બાદ ઈઝરાયલે ગાઝા પર હુમલો કર્યો. આ દરમિયાન પેલેસ્ટિનિયનો પર ઈઝરાયલમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ઈઝરાયલમાં કામ કરતા લગભગ 60 હજાર પેલેસ્ટિનિયન કામદારોને અસર થઈ હતી. યુદ્ધના કારણે ઈઝરાયલમાં બાંધકામનું કામ અટકી ગયું હતું. તેની ભરપાઈ કરવા માટે મોટી સંખ્યામાં કામદારોની જરૂર છે. આ હવે ભારતની મદદથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આ માટે મે 2023માં ઈઝરાયલ અને ભારત સરકાર વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત લગભગ 40 હજાર લોકોને નોકરી માટે ઈઝરાયલ મોકલવામાં આવશે.
તો ઇઝરાયલમાં ભારતીય મૂળના લગભગ 95 હજાર યહૂદીઓ રહે છે.તેમાં ભારતીય મૂળના યહૂદીઓ ચાર સમુદાયના છે.1. બેને યહૂદીઓ મહારાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાંથી આવેલા.2. કોચીની કેરળથી આવેલા યહૂદીઓ.3. બગદાદી કોલકાતા અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા યહૂદી અને 4. બેને મેનાશે મણિપુર અને મિઝોરમના યહૂદીઓ.સાથે જ ઇઝરાયલમાં 18 હજાર ભારતીય નાગરિકો છે જે મોટાભાગના કામ કરતા લોકો મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, આ સિવાય વિદ્યાર્થીઓ અને આઈટી નિષ્ણાતો પણ છે.. વિદેશી મૂળના વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે, અને ચીન બીજા ક્રમે છે.
કામદારોની ભરતી માટે દેશના વિવિધ ભાગોમાં નોંધણી અને ટેસ્ટ ચાલી રહ્યા છે, ત્યારે જાન્યુઆરી 2024ના રોજ, ઇઝરાયલથી 15 લોકોની ટીમ ભરતી માટે હરિયાણા અને યુપી આવી હતી. પ્રથમ તબક્કામાં યુપીમાંથી 5,087 અને હરિયાણામાંથી 530 લોકોને પસંદ કરવામાં આવ્યા છે. આ તમામ કામદારો માર્ચમાં ઈઝરાયલ જશે. યુપી સરકારમાં કેબિનેટ મંત્રી અનિલ રાજભર કહે છે કે , ‘ઈઝરાયલ જવા અને કામ કરવા ઈચ્છુક ઉમેદવારો પણ પસંદગીના બીજા તબક્કામાં અરજી કરી શકે છે. ઉમેદવારોની પરીક્ષા 28મી ફેબ્રુઆરીથી 8મી માર્ચ સુધી લેવામાં આવશે. તેથી, દરેક વ્યક્તિએ 25 ફેબ્રુઆરી સુધીમાં તેમની અરજી સબમિટ કરવાની રહેશે.
તો ઇઝરાયલ જવા માટે ટેક્નિકલ ટેસ્ટ ક્લિયર કરવી જરૂરી છે. યુપીના ડેપ્યુટી લેબર કમિશનર શમીમ અખ્તર કામદારોની ભરતી પ્રક્રિયા અંગે વાત કરતા કહે છે કે, ‘આ ભરતી મૂળભૂત બાંધકામ કામ માટે કરવામાં આવી રહી છે. અમે આ પ્રોગ્રામ માટે માત્ર કુશળ કર્મચારીઓની પસંદગી કરી છે. ITI કેન્દ્રમાં લેવાયેલી કસોટીમાં પાસ થનારને જ વિદેશ મોકલવામાં આવશે. ટેક્નિકલ કસોટી પાસ કર્યા બાદ ઉમેદવારોનું મેડિકલ થાય છે. આ પછી, તેમના દસ્તાવેજો પોલીસ વેરિફિકેશન માટે મોકલવામાં આવી રહ્યા છે.આ ભરતી ભારત સરકારની એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે NSDC દ્વારા કરવામાં આવી રહી છે.એનએસડીસીના જણાવ્યા અનુસાર, દર મહિને પગાર ઉપરાંત, ભારતથી જતા કામદારોને રહેવાની અને તબીબી સુવિધાઓ પણ આપવામાં આવશે.
ત્યારે યુદ્ધ પછી ઇઝરાયલમાં તમામ બાંધકામ સાઇટ્સ બંધ છે અને ઇઝરાયલને કામદારોની જરૂર છે. ઈઝરાયલ સરકારના સલાહકાર બાની કહે છે,કે ‘અત્યારે ઈઝરાયલમાં બાંધકામ કામદારોની ભારે અછત છે. અમારી તમામ બાંધકામ સાઇટ્સ બંધ છે. તેમને પુનઃશરૂ કરવા માટે પુષ્કળ માનવબળની જરૂર છે. ભારતમાં ઘણા કુશળ કામદારો છે. અહીંથી 50 હજારથી વધુ કામદારોને ઈઝરાયલ લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે. ‘ભારત સરકારની મદદથી અમે કામદારોના સતત ઈન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ. સૌથી પહેલા અમે હરિયાણાના લોકોને મળ્યા. ત્યાંના 30% બિલ્ડિંગ વર્કરોએ ઈઝરાયલ જવા માટે અરજી કરી છે. અમને ઉત્તર પ્રદેશમાં શ્રેષ્ઠ પ્રતિસાદ મળ્યો છે. અહીં 5 હજારથી વધુ લોકોએ ઈઝરાયલમાં કામ કરવા માટે ટેસ્ટ આપ્યો છે. તેમાંથી મોટાભાગના કુવૈત, બહેરીન અને કતાર જેવાં સ્થળોએ કામ કરી ચૂક્યા છે.
તો આ પ્રોજેક્ટની જવાબદારી ઉત્તર પ્રદેશ શ્રમ વિભાગના ડાયરેક્ટર ટ્રેનિંગ એન્ડ રોજગાર નિયામક કુણાલ સિલ્કુને આપવામાં આવી છે. કુણાલ કહે છે, ’23થી 30 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા ઇન્ટરવ્યુના પ્રથમ રાઉન્ડમાં વિવિધ રાજ્યોમાંથી 7 હજાર કામદારોની અરજીઓ મળી હતી. તેમાંથી હરિયાણા અને યુપીના 5500 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઈઝરાયલની એજન્સી પોપ્યુલેશન એન્ડ બોર્ડર ઓથોરિટી તેમને કામે લગાડશે. ભારત સરકાર ઇઝરાયલ જનારા દરેક વર્કરનું લાઇફ ઈન્શ્યોરન્સ કરાવશે અને તેમનું પૂરેપુરું ધ્યાન રખાશે કે વર્કર્સની ભરતી ઇઝરાયલના લેબર લૉ હેઠળ થાય, જેથી તેઓ સુરક્ષિત માહોલમાં કામ કરી શકે.
આપને જણાવી દઈએ કે ત્રણ પરિબળો છે જેના કારણે જોખમ હોવા છતાં કામદારો ઈઝરાયલ જઈ રહ્યા છે.જેમાં 1. ભારતમાં આટલો પગાર મેળવવો અશક્ય છે. 2. ભારતમાં દહાડી મજૂરી અસ્થાયી કામ અને 3. યુદ્ધ પછી ઇઝરાયલમાં કામદારોની માગ છે.તો એવું જોવામાં આવ્યું છે કે યુદ્ધ પછી બાંધકામનું કામ ઝડપી ગતિએ થાય છે. ઇઝરાયલમાં હાલમાં પુનર્નિર્માણનો એક તબક્કો ચાલી રહ્યો છે. તેથી આગામી સમયમાં ત્યાં કામદારોની માગ વધશે. તેથી, ભારતમાંથી ઇઝરાયલ જતા કામદારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. જો કે, આ બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધો પર વધુ નિર્ભર રહેશે.દક્ષિણ ગાઝા પટ્ટી અને ઇઝરાયલમાં જેરુસલેમ નજીકના ભાગોમાં હજુ પણ તણાવ છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા