Gujarat Election/ જાણો સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠકનું રાજકીય સમીકરણ

જો સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠકની રાજકીય બેકગ્રાઉન્ડની વાત કરીએ તો આ બેઠકના લોકો અત્યાર સુધી ભાજપને આશીર્વાદ આપતા આવ્યા છે. વર્ષ 2002માં ભાજપના ભાવના બેન ચપટવાલા…

Top Stories Gujarat Surat Gujarat Assembly Election 2022
Surat West assembly seat

Surat West assembly seat: ગુજરાતના રાજકીય જંગમાં સુરત શહેરની 12 વિધાનસભા બેઠકોમાં પશ્ચિમ વિધાનસભા પણ આવે છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીઓથી આ બેઠક ભાજપ જીતી રહી છે. હાલ આ બેઠક પરથી ભાજપના પૂર્ણેશ મોદી ધારાસભ્ય છે. પૂર્ણેશ મોદી વર્ષ 2017માં સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા હતા.

જો સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠકની રાજકીય બેકગ્રાઉન્ડની વાત કરીએ તો આ બેઠકના લોકો અત્યાર સુધી ભાજપને આશીર્વાદ આપતા આવ્યા છે. વર્ષ 2002માં ભાજપના ભાવના બેન ચપટવાલા ચૂંટણી જીત્યા હતા. કિશોર વાંકાવાલા વર્ષ 2007 અને 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ 2013માં કિશોરભાઈનું બિમારીના કારણે અવસાન થયું હતું. ત્યારપછીની પેટાચૂંટણીમાં ભાજપે પૂર્ણેશ મોદીને મેદાનમાં ઉતાર્યા હતા, જેમણે જીત મેળવી હતી. આ પછી પૂર્ણેશ મોદીએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ જીત મેળવી હતી. પશ્ચિમ વિધાનસભા મતવિસ્તાર મૂળભૂત રીતે સુરતના રહેવાસીઓનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે.

વર્ષ 2022ની મતદાર યાદી મુજબ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2 લાખ 55 હજાર 084 મતદારો છે. જેમાં 1 લાખ 29 હજાર 832 પુરૂષ અને 1 લાખ 25 હજાર 250 મહિલા મતદારો છે. પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં મોઢવનિક, જૈન, મુસ્લિમ અને ગુર્જર ક્ષત્રિય સમુદાયનો પ્રભાવ છે. ભાજપે અહીંથી મોઢવનિક ઘાંચી સમુદાયના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો મૂળ રીતે સરતના છે, જેમને ભાજપના સમર્થક માનવામાં આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પૂર્ણેશ મોદીને 1 લાખ 11 હજાર 615 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈકબાલ દાઉદ પટેલને માત્ર 33 હજાર 733 વોટ મળ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022/જૂનાગઢમાં આ વખતે ભાજપે પોતાના ઉમેદવાર