Not Set/ કોગળા કરીને પણ કરી શકાશે કોરોના ટેસ્ટ, ICMRએ સેલ્ફ ટેસ્ટિંગ કીટને આપી મંજૂરી

નાક અને ગળામાંથી સ્વેબ લેવામાં વધુ સમય લાગે છે. ફક્ત આ જ નહીં, નમૂના લેવાની આ પદ્ધતિને કારણે દર્દી અસ્વસ્થતા અનુભવે છે. કેટલીકવાર, નમૂના એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા પછી  નાશ પામે છે.

Top Stories
gargle કોગળા કરીને પણ કરી શકાશે કોરોના ટેસ્ટ, ICMRએ સેલ્ફ ટેસ્ટિંગ કીટને આપી મંજૂરી

નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિ. ઇન્સ્ટિ.ની શોધ, કોગળા કરીને હવે કાઢી શકાશે કોરોના ટેસ્ટ

સ્વેબ સ્ટિકથી ડરતા લોકો માટે રાહતના સમાચાર,

કોરોનાના કહેર વચ્ચે કોરોના ટેસ્ટીંગ માટે નવી પદ્ધતિ અમલમાં આવી છે. કોરોના ચેપની આ નવી પદ્ધતિમાં માત્ર ત્રણ જ કલાકમાં રીપોર્ટ મળી શકે છે. આ પદ્ધતિને ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) અંતર્ગત નાગપુરની રાષ્ટ્રીય પર્યાવરણીય ઇજનેરી સંશોધન સંસ્થા (NEERI) ના વૈજ્ઞાનિકોએ પોતાને એક નવું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.

આ ટીમ દેશભરના લેબોમાં તાલીમ આપશે

ICMRએ NEERI ને પોતાની ટીમો સમગ્ર દેશમાં લેબમાં ટ્રેનીંગ માટે મોકલવાની મંજુરી આપી છે. આ પદ્ધતિ અનુસાર, દર્દીને ખારા સોલ્યુશનથી કોગળા કર્યા પછી સામાન્ય સંગ્રહ કરી શકાય તેવી ટ્યુબમાં થૂંક સંગ્રહ કરે છે. ત્યાર બાદ આ ટ્યુબ લેબમાં મોકલવામાં આવે છે. ત્યાં તેને નીરી દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાસ બફર સોલ્યુશનમાં રૂમ ટેમ્પરેચર પર  રાખવામાં આવે છે. જ્યારે આ સોલ્યુશન ગરમ થાય છે, ત્યારે આરએનએ ટેમ્પ્લેટ તૈયાર થાય છે.  સોલ્યુશન મેં આગળ રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન પોલિમરેઝ ચેઇન રિએક્શન (RTPCR ) માટે પ્રક્રિયા કરવામાં આવે છે.

નમૂનાઓ એકત્રિત અને પ્રક્રિયા કરવા માટે સરળ

નીરીના એન્વાયર્નમેન્ટલ વાઇરોલોજી સેલના સિનિયર સાયન્ટિસ્ટ ડો.કૃષ્ણ ખૈરનરે જણાવ્યું હતું કે આ નવી રીતે નમૂનાઓ એકત્રિત કરવા અને તેની પર પ્રક્રિયા કરવી ઘણી સસ્તી છે. લોકો કોરોના ચેપને જાતે જ ચકાસી શકે છે, કારણ કે આ પદ્ધતિ સ્વ-નમૂનાની મંજૂરી આપે છે. આ માટે કલેક્શન સેન્ટર પર લાઈનમાં ઉભા રહેવાની  અથવા ભીડ કરવાની જરૂર નથી. ઘણો સમય બચે છે. તેમજ તે ચેપનું જોખમ ઘટાડે છે. આ પદ્ધતિમાં ભીડ અને લેબ નો વર્ક લોડ પણ ઓછો થઇ શકે છે.

નવી પદ્ધતિ સરળ અને દર્દી માટે પણ સલામત  

બીજી બાજુ, નાક અને ગળામાંથી સ્વેબ લેવામાં વધુ સમય લાગે છે. ફક્ત આ જ નહીં, નમૂના લેવાની આ પદ્ધતિને કારણે દર્દી અસ્વસ્થતા અનુભવે છે. કેટલીકવાર, નમૂના એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા પછી  નાશ પામે છે. જ્યારે સ્લાઈન ગાર્ગલ આરટી-પીસીઆર તરત જ થાય છે. તે સરળ અને દર્દી માટે પણ સલામત છે. જયારે આમાં કચરો પણ ઓછી માત્રા માં નીકળે છે એટલે પર્યાવરણ માટે પણ વાળું અનુકુળ છે. વૈજ્ઞાનિકો કહે છે કે ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં માળખાગત સુવિધાઓનો અભાવ છે ત્યાં આ પદ્ધતિ વધુ ફાયદાકારક છે.

કોરોના પરીક્ષણની હોમ કીટ શરૂ કરવામાં આવી

તાજેતરમાં, કોવિડ -19 પરીક્ષણની હોમ કીટ શરૂ કરવામાં આવી હતી, જેથી તમે માત્ર 15 મિનિટમાં કોરોના પોઝીટીવ કે નેગેટીવ રિપોર્ટ મેળવી શકો છો.  પુણેમાં, ‘માય લેબ’ એ ઘરે કોરોના ટેસ્ટ કીટ (કોવિસેલ્ફ) વિકસાવી છે. તે એક ઝડપી એન્ટિજેન ટેસ્ટ કીટ હતી. આ કીટને આઈસીએમઆર દ્વારા મંજૂરી મળી હતી. આઇસીએમઆરએ પણ કોરોના ટેસ્ટ કીટને લગતી નવી સલાહ આપી હતી.