Not Set/ કોરોનાના બૂસ્ટર ડોઝ અને બાળકોની રસી અંગે ભારતની શું છે યોજના ? જાણો

દેશના 18 કરોડ વયસ્ક એટલે કે 18+ એવા છે, જેમને રસીનો પ્રથમ ડોઝ પણ લાગ્યો નથી. તેમને રસી લાગ્યા પછી જ બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

Top Stories India
રસી

બાળકોની રસી ને લઈને સરકાર હાલ કોઈપણ નિર્ણય કરી શકી નથી. આ સિવાય વેક્સિનેટ થઈ ચૂકેલા લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાને લઈને પણ કોઈ રણનીતિ બનાવવામાં આવી નથી. વિશ્વના ઘણા અગ્રણી દેશ બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ કરી ચૂક્યા છે, જોકે ભારતમાં પરિસ્થિતિ હાલ અલગ છે.  ભારતમાં અમેરિકા-બ્રિટનની જેમ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ સિવાય બાળકોમાં સંક્રમણને લઈને ખતરો છે.

આ પણ વાંચો : ભારત પોતાના અનામત જથ્થામાંથી આટલું ઓઈલ કરશે રિલીઝ

દેશના 18 કરોડ વયસ્ક એટલે કે 18+ એવા છે, જેમને રસીનો પ્રથમ ડોઝ પણ લાગ્યો નથી. તેમને રસી લાગ્યા પછી જ બૂસ્ટર ડોઝના  નિર્ણય લેવામાં આવી શકે છે.આધાર ડેટા મુજબ, દેશમાં 95 કરોડ લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે, તેમાંથી 77 કરોડ લોકોને પ્રથમ ડોઝ લાગી ચૂક્યો છે, જ્યારે બીજો ડોઝ લગાવનારા લગભગ 41 કરોડ છે, એટલે કે 18 કરોડ લોકો એવા છે, જેમને હાલ પ્રથમ ડોઝ પણ લાગ્યો નથી. એવામાં તેમને રસી આપવી એ સરકારની પ્રાથમિકતા છે. બૂસ્ટર ડોઝ પર નિર્ણય લેવા માટે હાલ કોઈપણ ઠોસ આધાર નથી.

ભારતમાં 18 કરોડ વયસ્કોને હાલ પ્રથમ ડોઝ પણ લાગ્યો નથી. બીજી તરફ કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આ કારણે હાલ એક્સપર્ટને બૂસ્ટર ડોઝની જરૂરી લાગી રહ્યો નથી.વેક્સિનથી 10થી 12 મહિના સુધી રક્ષણ મળે છે. ભારત જેવા દેશમાં બૂસ્ટર ડોઝની જરૂર છે એવો કોઈ વૈજ્ઞાનિક આધાર પણ નથી.ભારતની મોટા ભાગની વસતિને હજુ સિંગલ ડોઝ વેક્સિન જ મળી છે. ભારતનું ફોકસ હાલ બૂસ્ટર ડોઝના બદલે બન્ને ડોઝ પૂરા કરવા પર હોવું જોઈએ.એકવાર વધારેમાં વધારે લોકોને વેક્સિન અપાયા પછી બૂસ્ટર ડોઝ પર કોઈ નિર્ણય લેવાની શક્યતા છે.

આ પણ વાંચો :રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં “સ્પષ્ટ પ્રતિભાવ” 2014 પહેલા ક્યાં હતો? – નિર્મલા સીતારમણ

બૂસ્ટર ડોઝ હાલ એટલા માટે પણ ટાળવામાં આવી રહ્યો છે, કારણ કે દેશમાં સંક્રમણનો સાપ્તાહિક દર 0.93 ટકા છે. એ 2 મહિનાથી 2 ટકા નીચે છે. WHOના જણાવ્યા અનુસાર, સંક્રમણનો દર 5 ટકાથી નીચે છે તો મહામારી નિયંત્રણમાં છે, તેમ માની શકાય છે. એક્સપર્ટનું માનવું છે કે જો હાલ વયસ્કોને રસી લાગી જાય છે તો મૃત્યુમાં ઘટાડો આવશે, કારણ કે કોરોનાથી થતાં 80 ટકાથી વધુ મૃત્યુ 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓનાં થઈ રહ્યાં છે.

આ પણ વાંચો : શહીદ પુત્ર માટે શૌર્ય ચક્ર લેતા રડી પડી માતા, આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા બિલાલ

આ પણ વાંચો : બબીતા ફોગોટે કર્યા પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર…

આ પણ વાંચો :અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી ચન્ની પર સાધ્યું નિશાન…