Not Set/ દિલ્હીની જનતાને CM કેજરીવાલે આપી ચૂંટણીલક્ષી મોટી ભેટ

દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને એક મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે લગભગ 1,40,000 કેમેરા લગાવવામાં આવશે. જેમાથી દરેક વિધાનસભામાં 2000 કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. સીસીટીવીનાં કારણે ગુનાઓ ઘટતા જાય છે. દિલ્હીમાં 11,000 હોટસ્પોટ લગાવવામાં આવશે. તેટલુ જ નહી શહેરમાં મફત વાઈફાઈ આપવાનું કાર્ય પણ શરૂ થયું છે. […]

India
kehriwalls kvIE દિલ્હીની જનતાને CM કેજરીવાલે આપી ચૂંટણીલક્ષી મોટી ભેટ

દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને એક મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે લગભગ 1,40,000 કેમેરા લગાવવામાં આવશે. જેમાથી દરેક વિધાનસભામાં 2000 કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. સીસીટીવીનાં કારણે ગુનાઓ ઘટતા જાય છે. દિલ્હીમાં 11,000 હોટસ્પોટ લગાવવામાં આવશે. તેટલુ જ નહી શહેરમાં મફત વાઈફાઈ આપવાનું કાર્ય પણ શરૂ થયું છે. દિલ્હીનાં લોકોને દર મહિને 15 જીબી ડેટા મફત આપવામાં આવશે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારનાં નિર્ણયથી દિલ્હીવાસીઓ ખુબ ખુશ છે. આપને જણાવી દઇએ કે, શહેરમાં 1,40,000 વધુ કેમેરા લગાવવામાં આવશે. આ પ્રક્રિયાઓ 3 થી 4 મહિનામાં શરૂ થઇ જશે. 2,80,000 કુલ કેમેરા લગાવવામાં આવશે. બીજો નિર્ણય ચૂંટણીની જાહેરાતનો હતો. આખી દિલ્હીમાં 11 હજાર હોટસ્પોટ્સ લગાવવામાં આવશે. 4 હજાર બસ સ્ટોપ અને 7000 વિધાનસભામાં દરરોજ 15 જીબી ડેટા મળશે. પાયલટ પ્રોજેક્ટ પર આધાર રાખીને, જરૂર પડે ત્યારે અમે વધુ હોટસ્પોટ્સ સ્થાપિત લગાવવામાં આવશે. આની 200 એમબીપીએસ સ્પીડ હશે. 200 લોકો હોટસ્પોટનો ઉપયોગ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં પણ વાઈફાઈ સ્થાપિત થશે ત્યાં કાર્ય શરૂ થઇ જશે. જેમ જેમ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, કામ શરૂ થઇ રહ્યુ છે. આ માટે 100 કરોડનું બજેટ પાસ કરવામાં આવ્યું છે. વાઈફાઈ 50 મીટરની રેન્જમાં કામ કરશે. સમગ્ર વિશ્વમાં પ્રથમવાર આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.