Not Set/ વિજય માલ્યાએ એક વાર ફરી 100 ટકા લોન ચુકવવાનો સેટલમેન્ટ પ્રસ્તાવ મૂક્યો

ભારત દ્વારા આર્થિક ઉચ્ચાપાત કરનાર ભાગેડું વિજય માલ્યાએ એક વાર ફરી 100 ટકા લોન ચુકવવાનો સેટલમેન્ટ પ્રસ્તાવ મૂક્યો છે. માલ્યાએ બુધવારે ટ્વીટ કરીને નાણાં મંત્રી નિર્મલા સીતારમનએ ગત સપ્તાહે લોકસભામાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, સીતારમણે સંસદમાં કહ્યું હતું કે કારોબારી નિષ્ફળતાને ખરાબ રીતે ન જોવી જોઈએ. ઈનસોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ […]

Top Stories World
Vijay Mallya AP e1565265088419 વિજય માલ્યાએ એક વાર ફરી 100 ટકા લોન ચુકવવાનો સેટલમેન્ટ પ્રસ્તાવ મૂક્યો

ભારત દ્વારા આર્થિક ઉચ્ચાપાત કરનાર ભાગેડું વિજય માલ્યાએ એક વાર ફરી 100 ટકા લોન ચુકવવાનો સેટલમેન્ટ પ્રસ્તાવ મૂક્યો છે. માલ્યાએ બુધવારે ટ્વીટ કરીને નાણાં મંત્રી નિર્મલા સીતારમનએ ગત સપ્તાહે લોકસભામાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.

Nirmala Sitaraman annonce budget વિજય માલ્યાએ એક વાર ફરી 100 ટકા લોન ચુકવવાનો સેટલમેન્ટ પ્રસ્તાવ મૂક્યો

આપને જણાવી દઇએ કે, સીતારમણે સંસદમાં કહ્યું હતું કે કારોબારી નિષ્ફળતાને ખરાબ રીતે ન જોવી જોઈએ. ઈનસોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ દ્વારા કારોબારીઓને સમ્માનજનક રીતે દેવામાંથી નીકળવાની તક આપવી જોઈએ. સીતારમને કેફે કોફી ડેના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થના મોતના મામલામાં આ વાત કરી હતી.

malya in london વિજય માલ્યાએ એક વાર ફરી 100 ટકા લોન ચુકવવાનો સેટલમેન્ટ પ્રસ્તાવ મૂક્યો

નાંણા મંત્રી સીતારમણનાં નિવેદનનાં રેફરન્સમાં માલ્યાએ કહ્યું કે આ ભાવનાથી તેનો પ્રસ્તાવ સ્વીકાર કરો. માલ્યાએ ગત સપ્તાહે પોતાની સ્થિતિ સમાન હોવાનું જણાવતા કહ્યું હતું કે સરકારી એજન્સીઓ અને બેન્કોનું વલણ કોઈને પણ હતાશ કરી શકે છે. સંપૂર્ણ ચૂકવણી કરવાની ઓફર છતા મારી સાથે શું થઈ રહ્યું છે ? આ અનૈતિક અને નિર્દયી વલણ છે.

Vijay Mallya વિજય માલ્યાએ એક વાર ફરી 100 ટકા લોન ચુકવવાનો સેટલમેન્ટ પ્રસ્તાવ મૂક્યો
File Photo

માલ્યા પહેલા પણ ઘણીવાર કહી ચૂક્યો છે તે તમામ દેવું ચૂકવવા તૈયાર છે. માલ્યાએ બેન્કોને પાસેથી તેની કિંગ ફિશર એર લાઈન્સ માટે લોન લીધી હતી. માલ્યાની વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. તેના પ્રત્યાર્પણ મામલાની સુનાવણી યુકેની હાઈકોર્ટમાં અગામ ફેબ્રુઆરીમાં થશે. આપને જણવી દઇએ કે વિજય માલ્યા પર ભારતીય બેંકોનાં 9,000 કરોડ રૂપિયાનું દેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.