Not Set/ ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન દત્તાજી ચિરંદાસનું કોરોનાથી નિધન, PM મોદી વ્યક્ત કર્યો શોક

ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન દત્તાજી ચિરંદાસનું આજે રોજ કોરોનાથી નિધન થયુ છે. ભાજપના પાયાના કાર્યકર અને ભાજપને ઉંચાઈ પર લઈ જનાર સંગઠનમાં પ્રાણ પુરનાર 80 વર્ષના દત્તાજીએ અમદાવાદની SVP હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો.

Top Stories Ahmedabad Gujarat
A 334 ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન દત્તાજી ચિરંદાસનું કોરોનાથી નિધન, PM મોદી વ્યક્ત કર્યો શોક

ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન દત્તાજી ચિરંદાસનું આજે રોજ કોરોનાથી નિધન થયુ છે. ભાજપના પાયાના કાર્યકર અને ભાજપને ઉંચાઈ પર લઈ જનાર સંગઠનમાં પ્રાણ પુરનાર 80 વર્ષના દત્તાજીએ અમદાવાદની SVP હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. બે દિવસ પૂર્વે જ તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને તેઓને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા આજે રોજ સારવાર દરમિયાન તેમના નિધનથી ભાજપના વરિષ્ઠ આગેવાન તેમજ કાર્યકરોએ શોક વ્યક્ત કયો છે.

દત્તાજી ચિરંદાસ ભાજપના વરિષ્ઠ આગેવાન અને માજી GIDC ચેરમેન રહી ચુક્યા છે. દત્તાજીએ વૃદ્ધાવસ્થાની વયે પણ ઉચ્ચ ગ્રેજ્યુએટની પરીક્ષા થોડા વર્ષ પહેલા જ પાસ કરી હતી. દત્તાજીના નિધનથી ભાજપના વરિષ્ઠ આગેવાન તેમજ કાર્યકરોએ શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :માત્ર ત્રણ હજાર માટે યુવકની કુહાડી વડે હત્યા કરાઈ

ભાજપના પીઢ નેતા અને પક્ષની પ્રદેશ કારોબારીના સભ્ય દત્તાજી ચીરંદાસ 72 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયા હતા. માત્ર ધોરણ ચાર સુધી જ ભણી શકેલા દત્તાજીને એક સરકારી નીગમના ચેરમેન બનાવાયા ત્યારે તેમના અભ્યાસ બાબતે થયેલી ટીકાથી તેમને લાગી આવ્યું હતું અને આખરે તેમણે ઓપન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે બીએની ડીગ્રી માટેની પરિક્ષા 54 ટકા સાથે પાસ કરી હતી.

આ પણ વાંચો :જુહાપુરામાં અઝહર કેટલી ગેંગનો આતંક, તેલના વેપારીને બેફામ ફટકાર્યો

પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ દ્રારા શોક વ્યક્ત કરતા જણાવ્યું કે,” ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન  દત્તાજી ચિરંદાસજી ના અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે એ જ પ્રાર્થના…”

માત્ર ધો.4 સુધી અભ્યાસ કરી,1964માં 14 વર્ષની વયે આર.એસ.એસ.માં જોડાઈ જઈ જાહેર જીવનમાં ઝંપલાવનાર દત્તાજીને ભણવાની પ્રબળ ઈચ્છા હતી.2013માં તેઓએ 74 વર્ષની વયે પોલિટીકલ સાયન્સના મુખ્ય વિષય સાથે M.Aની પરીક્ષા આપી હતી.  તેઓ GIDCના ચેરમેન પણ રહી ચુક્યા હતા.

આ પણ વાંચો :ગુજરાતીની આ ઓક્સિજન ફેક્ટરીમાં ફાયરિંગ, એક પછી એક ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી શખ્સો ફરાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાજપના દિગ્ગજ નેતાના નિધન પર દુખ વ્યક્ત કર્યુ હતું.

બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

Untitled 45 ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન દત્તાજી ચિરંદાસનું કોરોનાથી નિધન, PM મોદી વ્યક્ત કર્યો શોક