મોરબીઃ મોરબી જિલ્લામાં મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ હળવદના વેગડવાવ રોડ પરથી મળ્યો છે. પોલીસને આ મૃતદેહ ખેતરમાં બનાવેલી ઝૂંપડીમાં મળ્યો હતો. પોલીસે તેને મળેલી બાતમીના આધારે ઝૂંપડીમાં ગઈ હતી.
પોલીસને એવું હતું કે કદાચ અહીંથી દારૂનો જથ્થો મળશે, પરંતુ તેના બદલે ખાટલા પર યુવાનનો મૃતદેહ પડ્યો હતો. ખાટલાની નજીક દેશી દારૂની થેલીઓ પણ મળી હતી. તેથી પોલીસ તે માનવા પ્રેરાઈ હતી કે તેનું મૃત્યુ દેશી દારૂ પીવાથી થયું છે.
આમ છતાં પોલીસને મૃતદેહની સ્થિતિ શંકાસ્પદ જણાતા તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેના રિપોર્ટ પરથી પોલીસને તેનું સાચુ કારણ ખબર પડશે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે. પોલીસ પણ માને છે તેના પછી આ આગળની કાર્યવાહી થઈ શકશે, જો કે પોલીસે આ યુવાન અંગે વધુ વિગત મેળવવા આજુબાજુના વિસ્તારોમાં પણ તેના અંગે પૂછપરછ આદરી જાણકારી મેળવવાનું શરૂ કર્યુ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ