Stock Markets/ શેરબજારમાં આજે નિરશાજનક વલણ, સેન્સેક્સ 73,677 પર અને નિફ્ટી 22,356 પોઈન્ટ પર બંધ થયો

શેરબજારમાં આજે મંગળવારનો દિવસ નિરાશાજનક રહ્યો. સપ્તાહના બીજા દિવસે બજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું.  આજના કારોબારમાં સૌથી મોટો ઘટાડો IT અને FMCG શેરોમાં જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 195 પોઈન્ટ ઘટીને 73,677 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 49 પોઈન્ટના ઘટાડા […]

Top Stories Business
YouTube Thumbnail 2024 03 05T170325.778 શેરબજારમાં આજે નિરશાજનક વલણ, સેન્સેક્સ 73,677 પર અને નિફ્ટી 22,356 પોઈન્ટ પર બંધ થયો

શેરબજારમાં આજે મંગળવારનો દિવસ નિરાશાજનક રહ્યો. સપ્તાહના બીજા દિવસે બજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું.  આજના કારોબારમાં સૌથી મોટો ઘટાડો IT અને FMCG શેરોમાં જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 195 પોઈન્ટ ઘટીને 73,677 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 49 પોઈન્ટના ઘટાડા સાથે 22,356 પોઈન્ટ પર બંધ થયો હતો.

BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 393.04 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 393.75 લાખ કરોડ હતું. રોકાણકારોની વેચવાલીથી ભારતીય બજાર ઘટાડા સાથે બંધ થયું. આજના વેપારમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 393.04 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 393.75 લાખ કરોડ હતું. આજના સત્રમાં માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 71000 કરોડનો ઘટાડો થયો છે.

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ એસ્ટેટ, એનર્જી, ઇન્ફ્રા, હેલ્થકેર અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે IT, FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા અને મેટલ્સ સેક્ટરના શેર્સ ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.24 ટકા ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેર ઉછાળા સાથે અને 19 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 19 શૅર ઉછાળા સાથે અને 31 ઘટાડાની સાથે બંધ થયા હતા.

વધતા શેરોમાં ટાટા મોટર્સ 3.51 ટકા, ભારતી એરટેલ 3.12 ટકા, બજાજ ઓટો 1.76 ટકા, ઓએનજીસી 1.63 ટકા, એસબીઆઈ 1.54 ટકા, સન ફાર્મા 1.42 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે બજાજ ફિનસર્વ 4.25 ટકા, બજાજ ફાઇનાન્સ 4.21 ટકા, નેસ્લે 1.95 ટકા ઘટીને બંધ થયા છે.

ટાટા મોટર્સના ડિમર્જરને વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીનો ટેકો મળ્યો છે. મોર્ગન સ્ટેનલીએ ટાટા મોટર્સ પર ઓવરવેઇટ કોલ આપ્યો છે. બ્રોકરેજ ફર્મે ટાટા મોટર્સના શેરમાં સારા ઉછાળાની આગાહી કરી છે. ટાટા મોટર્સે સોમવારે જાહેરાત કરી હતી કે તે તેના કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલ બિઝનેસને બે અલગ-અલગ કંપનીઓ હેઠળ ચલાવશે.