Not Set/ વલસાડ જિલ્લાની 34 શાળાના આચાર્યો ને શિક્ષણ વિભાગનું તેડું, કેમ આવ્યું..?

વલસાડ જિલ્લાના 34 થી વધુ આચાર્યોને શિક્ષણ વિભાગનું તેંડુ આવ્યું છે.  વારંવારની નોટિસો બાદ પણ વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીની એન્ટ્રી કરવામાં ના આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે.  જિલ્લાના 6 તાલુકામાં છેલ્લા એક મહિનાથી જિલ્લા શિક્ષણ વિભાગે તપાસનો દોર ચાલુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા વાપીની દમણ ગંગા નદીમાં ચાલુ સ્કૂલે […]

Gujarat Others
SCHOOL LIST વલસાડ જિલ્લાની 34 શાળાના આચાર્યો ને શિક્ષણ વિભાગનું તેડું, કેમ આવ્યું..?

વલસાડ જિલ્લાના 34 થી વધુ આચાર્યોને શિક્ષણ વિભાગનું તેંડુ આવ્યું છે.  વારંવારની નોટિસો બાદ પણ વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીની એન્ટ્રી કરવામાં ના આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે.  જિલ્લાના 6 તાલુકામાં છેલ્લા એક મહિનાથી જિલ્લા શિક્ષણ વિભાગે તપાસનો દોર ચાલુ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા વાપીની દમણ ગંગા નદીમાં ચાલુ સ્કૂલે બંક મારી વિદ્યાર્થીઓ નદીમાં નાહવા ગયા હતા અને ડૂબી ગયા હતા. જેમાંથી એક વિદ્યાર્થી નું મોત થયું હતું. ત્યારે આ પ્રકારની ઘટના ના બને  અને સ્કૂલમાં બાળકોને પુરતુ ભણતર મળે અને તેઓની હાજરી નું રોજ અપડેટ થાય તે જરૂરી છે.  જેને લઇ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધર્યા બાદ નોટિસ આપી  પરંતુ તેનો  અનાદર થતા આખરે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે.

વલસાડ જિલ્લા ના 34 થી વધુ આચાર્યોને શિક્ષણ વિભાગે નોટિસ પાઠવી છે.  વારંવાર ની નોટિસો બાદ પણ વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીની એન્ટ્રી ન કરાતા જિલ્લા શિક્ષણ અધિકારીએ  લાલ આંખ કરી છે.  જિલ્લાની નામી શાળાઓ દ્વારા ક્ષતિ થતી હોવાનું બહાર આવ્યું છે.  ફરજીયાત શાળાના આચાર્ય ને ખુલાસો આપવા શિક્ષણ વિભાગ એ કડક વલણ અપનાવ્યું છે. જેને પગલે શિક્ષણ આલમ માં ફફડાટ ફેલાયો છે.

વલસાડ જિલ્લા ની મોટા ભાગ ની સ્કૂલો માં બાળકો ની ઓનલાઈન હાજરી ની એન્ટ્રી નહીં થતી હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગ ની તપાસ માં બહાર આવ્યુ છે વિદ્યાર્થીઓ સ્કૂલ ના બદલે બહાર ફરતા હોય છે અને અને તેઓ ની ઓછી હાજરી તેઓ ના ભણતર ને લઈ ને પણ સવાલ ઉઠાવે છે ત્યારે વલસાડ જિલ્લા 6 તાલુકા માં રોજ છેલ્લા એક મહિના થી જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ નો દોર ચાલુ કર્યો છે અને વિદ્યાર્થીઓ ના ભણતર વિષે  એક ગંભીર સવાલ ઉભો થયો છે.

ભણતરના સ્તર ને સુધારવા જિલ્લા શિક્ષણ વિભાગે આ કામગિરી માથે ઉપાડી છે ત્યારે છેલ્લા બે દિવસ પહેલા જ વાપી ની દમણ ગંગા નદી માં ચાલુ સ્કૂલે બંક મારી વિદ્યાર્થીઓ નદી માં નાહવા ગયા હતા અને ડૂબી ગયા હતા. અને  એક વિદ્યાર્થી નું મોત થયું હતું એટલે આ પ્રકાર ની ઘટના ના બને સ્કૂલો માં બાળકો ને ભણતર મળે અને તેઓ ની હાજરી નું રોજ અપડેટ થાય તે જરૂરી છે.  જેને લઇ જિલ્લા શિક્ષણ અધિકારી એ તપાસ હાથ ધર્યા બાદ  નોટિસો આપવામાં આવી પરંતુ તેનો અનાદર થતો હોવાથી આખર એ શિક્ષણ વિભાગે લાલ આંખ કરી ને તમામ શાળા ના આચાર્યો ને તેમની ઓફીસ નું તેંડુ કરતા શાળા સંચાલકો માં ફફડાટ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.