Not Set/ શાહરૂખ ખાન બન્યો ટ્વિટર કિંગ, બિગ બી પણ રહી ગયા પાછળ

બોલીવુડનાં કિંગ શાહરૂખ ખાન હમણાં ફિલ્મોથી દૂર છે, પરંતુ તેમની બાદશાહત ટ્વિટર પર અકબંધ છે, તમને એ જાણીને આનંદ થશે કે શાહરૂખ ખાનનાં ટ્વિટર પર તાજેતરમાં 39 મિલિયન ફોલોઅર્સ પૂરા થયા છે અને તેની સાથે શાહરૂખ ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામા આવતો ભારતીય અભિનેતા બની ગયો છે, જ્યારે તેના ઇન્સ્ટાગ્રામ પર પણ 18.5 મિલિયન […]

Entertainment
sk શાહરૂખ ખાન બન્યો ટ્વિટર કિંગ, બિગ બી પણ રહી ગયા પાછળ

બોલીવુડનાં કિંગ શાહરૂખ ખાન હમણાં ફિલ્મોથી દૂર છે, પરંતુ તેમની બાદશાહત ટ્વિટર પર અકબંધ છે, તમને એ જાણીને આનંદ થશે કે શાહરૂખ ખાનનાં ટ્વિટર પર તાજેતરમાં 39 મિલિયન ફોલોઅર્સ પૂરા થયા છે અને તેની સાથે શાહરૂખ ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામા આવતો ભારતીય અભિનેતા બની ગયો છે, જ્યારે તેના ઇન્સ્ટાગ્રામ પર પણ 18.5 મિલિયન ફોલોવર્સ છે.

twii શાહરૂખ ખાન બન્યો ટ્વિટર કિંગ, બિગ બી પણ રહી ગયા પાછળ

આ યાદીમાં બીજો નંબર સદીનાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો છે, જેની પાસે 38.8 મિલિયન ફોલોવર્સ છે, ત્રીજા નંબર પર બોલિવુડનાં દબંગ સલમાન ખાન છે, જેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટમાં 38.3 મિલિયન ફોલોવર્સ છે, ચોથો નંબર બોલિવુડ ખેલાડી અક્ષય કુમારનો છે. જેના ટ્વિટર ફોલોવર્સની સંખ્યા 32.3 મિલિયન છે.

Image result for shahrukh khan number one twitter king

શાહરૂખની આ સફળતાથી તેના ચાહકો ખૂબ જ ખુશ છે અને તે કિંગ ખાનની પ્રશંસા કરતા હાર્દિક અભિનંદન આપી રહ્યા છે, કિંગ ખાને પણ બધાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે અને ખૂબ જ પ્રેમ આપવા બદલ તેમનો આભાર માન્યો છે. આપને જણાવી દઈએ કે 54 વર્ષનાં શાહરૂખે 25 જૂન 1992એ ફિલ્મ દીવાનાથી પોતાની ફિલ્મી પ્રવાસની શરૂઆત કરી હતી.

Related image

આજે આ ઉંમરે પણ શાહરૂખની આંખોમાં એક અલગ જ નશો જોવા મળે છે. શાહરૂખ ખાનની છબી એવા માણસની છે જે ‘પરદેસ’માં પણ’ મોહબ્બતે ‘ફેલાવે છે અને જેની’ ચાહત’માં ‘દિલ તો પાગલ’ થઇ જાય છે અને કેટલીક વાર એવુ થાય છે કે તેમનાથી પ્રેમથી લોકોને ‘ડર’ પણ લાગે છે અને તેના ‘અંજામ’માં વ્યક્તિ ‘બાજીગર’ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.