અમદાવાદમા ટેકસટાઇલ અને જમીન દલાલ વેપારીને ત્યાં આઇટી વિભાગ દ્વારા મોટા પાયે રેડ પાડવામાં આવી છે. અમદાવાદ ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા કાપડ અને જમીન દલાલીને લગતી પ્રવૃતિ સાથે સંકળાયેલા જુથ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે.
આ દરોડામાં જમીન દલાલ સુરેશ ઠક્કર ને ત્યાં ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. સુરેશ ઠક્કરના વાયએમસી ક્લબ પાસે આવેલા વૈભવી બંગલા ઉપર પણ આઇટી વિભાગની ટીમ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં જમીનનાં દલાલ અને ફાઇનાન્સર ને ત્યાં આઈટી વિભાગે પાડેલા દરોડામાં, બપોર સુધીની તપાસમાં બે કરોડથી પણ વધુની રોકડ ઝડપાઈ છે.
અમદાવાદમાં કુલ ૧૮ જગ્યાએ ચાલી રહી છે. સુરેશ ઠક્કર, રામભાઈ ભરવાડ ધીરેન ભરવાડ, શિવકુમાર ગોગિયા, મોહનલાલ મંગરાની, ધવલ તેલી અને દીપક મેવાડા ને ત્યાં આઇટી વિભાગ ત્રાટક્યું છે. મકરબા માં આવેલા રામભાઈ ભરવાડ અને ધીરેન ભરવાડ ને ત્યાં પણ ઇન્કમટેક્ષની ટુકડીઓ ત્રાટકી છે. કાલુપુરમાં અનેક વ્યવસાય ધરાવતા શિવકુમાર ગોગિયા અને મોહનલાલ મગરાનીને ત્યાં પણ તપાસનો દોર ચાલુ છે. જમીન ના દલાલ ધવલ તેલી ની વાય.એમ.સી.એ પાસે આવેલી ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના આઇટી વિભાગ દ્વારા વિકટ કરવામાં આવી રહી છે.
આજ ની આ રેડ માં કુલ આઇટી વિભાગના કુલ 134 ઓફિસર હાજર રહ્યા હતા. જુદા જુદા જમીન દલાલ અને કપડાના વેપારીને ત્યાં મળી ને 16 સ્થાનો પર રેડ કરવામાં આવી છે. જેમાં 8 રહેણાક મકાનો, 7 ઓફિસ અને 1 ફાર્મ હાઉસ નો સમાવેશ થાય છે. કુલ રૂપિયા 7 કરોડ રોકડા મળી આવ્યા છે. જેમાં 500 અને 2000 ની નોટ નો સમાવેશ થાય છે. 13 જેટલા લૉકર આઇટી વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.