United Kingdom: વેક્સિન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)એ સ્વીકાર્યું કે કોવિશિલ્ડ જેવી બ્રાન્ડ હેઠળ વેચાતી તેની એન્ટી-કોરોનાવાયરસ રસીથી આડઅસર થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકાએ UK હાઈકોર્ટમાં સબમિટ કરેલા દસ્તાવેજમાં સ્વીકાર્યું કે, રસી લીધા પછી થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) થવાનું જોખમ રહેલું છે. મહત્વનું છે કે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ એસ્ટ્રાઝેનેકા પાસેથી લાયસન્સ મેળવી કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કર્યું હતું.
રસી લીધા પછી રક્તવાહિનીઓ ગંઠાવા લાગે છે અને પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો થાય છે. તબીબી નિષ્ણાત ડૉ. રાજીવ જયદેવે જણાવ્યું કે, કોરોના માટે એન્ટિડોટ તરીકે રસીએ અનેક લોકોના જીવ બચાવ્યા છે, પરંતુ ભાગ્યે જ મગજ અથવા અન્ય રક્તવાહિનીઓમાં ગાંઠો મોટી થતા જાય છે. એસ્ટ્રાઝેનેકા પર આરોપ છે કે તેની રસી લેવાથી લોકોના મૃત્યુ થયા છે. આ મામલે બ્રિટનમાં કંપની સામે કેસ ચાલી રહ્યો છે. Oxford-AstraZeneca કોવિશિલ્ડ અને વેક્સજાવરિયા બ્રાન્ડ્સ(કંપની) હેઠળ વૈશ્વિક સ્તરે એન્ટિ-કોરોનાવાયરસ રસીઓનું ઉત્પાદન કરે છે.
કોવિશિલ્ડને ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવે છે. લોહીની નળીઓ ગંઠાઈ જવાના સમાચારો વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. એપ્રિલ 2021 માં એસ્ટ્રાઝેનેકા રસી લીધા બાદ ગંભીર આડઅસરનો ભોગ બનેલા જેમી સ્કોટ દ્વારા એસ્ટ્રાઝેનેકા કંપની પર દાવો કરવામાં આવ્યો હતો.
AstraZeneca-Oxford રસી જીવના જોખમને કારણે બ્રિટનમાં આપવામાં આવતી નથી. અહીં નોંધવું એ રહ્યું કે, ગત વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે જે લોકોને એન્ટી-કોરોનાવાયરસ રસી આપવામાં આવી હતી, તેમાં TTSની અસર જોવા મળી હતી.
આ પણ વાંચો:વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દુબઈમાં બનશે! 400 એરક્રાફ્ટની સુવિધા
આ પણ વાંચો:60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો
આ પણ વાંચો:પાકિસ્તાન ભારતમાં થઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને ચિંતિત