India Weather/ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, દેશમાં ભીષણ ગરમીથી અપાયું રેડ એલર્ટ

તો બીજી બાજુ ભારતની ઉત્તર દિશામાં આવેલા કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે……………..

Top Stories India
Image 64 1 કાશ્મીરમાં ભારે હિમવર્ષા, દેશમાં ભીષણ ગરમીથી અપાયું રેડ એલર્ટ

New Delhi News: દેશમાં ગઈકાલે મોટાભાગના વિસ્તારો કાળઝાળ ગરમીથી શેકાતા રહ્યાં. હવામાન વિભાગના ડેટા મુજબ, મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે પાવર ગ્રીડ પર દબાણ લાવી રહ્યું છે. એક તરફ દેશના ઘણા ભાગોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે તો બીજી બાજું ભારતની ઉત્તર દિશામાં આવેલા કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે.

હિમાચલ પ્રદેશની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી સતત વરસાદ, કરા અને હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે આજે (30 એપ્રિલ) વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. 1 મેના રોજ પણ કેટલીક જગ્યાએ હવામાન પ્રતિકૂળ રહી શકે છે. તે જ સમયે, ભારે વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરમાં આજે તમામ શાળાઓ બંધ રહેશે. જોકે, આજથી કાશ્મીરની ઘાટીઓમાં હવામાન સુધરશે.

હવામાન વિભાગે 30 એપ્રિલ માટે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં તીવ્ર ગરમી અને હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે, અને યુપીમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે. કાળઝાળ ગરમીના કારણે ઝારખંડમાં ઘણી શાળાઓ કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

તેલંગાણા, કર્ણાટક અને સિક્કિમના ભાગો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સોમવારે બંગાળનું કલાઈકુંડા અને કેરળનું કંડાલામાં તાપમાન 45.4 ડિગ્રી, આંધ્રપ્રદેશના નંદ્યાલમાં 45 ડિગ્રી, બિહારના શેખપુરામાં 44 ડિગ્રી અને ઓરિસ્સાના બારીપાડામાં 44 ડિગ્રી હતું.

કેરળમાં ગરમીના કારણે બે લોકોના મોત

કેરળમાં ગરમીના કારણે બે લોકોના મોત થયા છે. પલક્કડ જિલ્લામાં એક વૃદ્ધ મહિલા અને કન્નુર જિલ્લામાં એક યુવકનું મોત થયું છે. પલક્કડના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે 90 વર્ષીય મહિલા રવિવારે એલાપુલ્લી ગામમાં એક કેનાલમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમમાં, તેના શરીર પર દાઝવાના નિશાન મળી આવ્યા હતા, જેણે હીટ સ્ટ્રોકની પુષ્ટિ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ISRO Chief સોમનાથ  ‘2040માં ભારતનું ચંદ્ર પર ઉતરવાનું લક્ષ્ય, ખાનગી કંપનીઓ આ ક્ષેત્રમાં સંશોધનને વેગ આપવામાં કરશે મદદ’

આ પણ વાંચો: છત્તીસગઢમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 8 લોકોના મોત, 23 લોકો ગંભીરપણે ઘાયલ

આ પણ વાંચો:ED પર વધતા જોખમને લઈ ગૃહ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય