Enforcement Dirctorate/ ED પર વધતા જોખમને લઈ ગૃહ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય

વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખી અને IBના રિપોર્ટના આધારે……….

Top Stories India Breaking News
Image 49 1 ED પર વધતા જોખમને લઈ ગૃહ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય

New Delhi: છેલ્લા કેટલાક દિવસોમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ઓફિસ અને તેના અધિકારીઓ પર વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખી અને IBના રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. અધિકારીઓ અને ઈડીની ઓફિસ પર સતત વધી રહેલા હુમલા અને ધમકીઓને ધ્યાનમાં રાખીને CISF ને તૈનાત કરવામાં આવશે.

CISF दिवस 2023: CISF दिवस कब मनाया जाता है?

ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈડીની સતત વધી રહેલી ગતિવિધિઓ અને ટીમને થતા જોખમને ધ્યાનમાં રાખીને, CISFને દેશભરમાં આવેલા EDના બધા કાર્યાલયોમાં નિયમિતપણે તૈનાત કરવામાં આવશે. પ્રથમ પોસ્ટિંગ ED ઓફિસોમાં કરવામાં આવશે. માહિતી મુજબ, શરૂઆતમાં CISF દળોને કોલકાતા, રાંચી, રાયપુર, મુંબઈ, જલંધર, જયપુર, કોચી તેમજ અન્ય સ્થળોએ સ્થિત ED ઓફિસમાં તૈનાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ટોળાએ ED ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના ઘણા સભ્યો ઘાયલ થયા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટકના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું નિધન

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સુનાવણી

આ પણ વાંચો:છઠ્ઠા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે