Karnataka News: કર્ણાટકના ચામરાજનગરના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું ગઈકાલે રાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં 76 વર્ષની વયે અવસાન થયું હતું. છેલ્લા 4 દિવસથી ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થવાથી તેમનું મૃત્યુ થયું હતું.
તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આજે મૈસુરમાં તેમના જયલક્ષ્મીપુરમ નિવાસસ્થાને લાવવામાં આવશે. વી શ્રીનિવાસ ચામરાજનગરથી 7 વખત સાંસદ અને નંજનગુડથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે 18 માર્ચે ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
Karnataka | BJP MP from Chamarajanagar V Srinivasa Prasad passed away at a private hospital in Bengaluru last night. He was in ICU for the last 4 days.
(file pic) pic.twitter.com/EFv4FuukZu
— ANI (@ANI) April 29, 2024
આ પણ વાંચો:શું RSS અનામતનો વિરોધ કરે છે? મોહન ભાગવતે હૈદરાબાદમાં આ વાત કહી
આ પણ વાંચો:થાણેમાં લાંબા સમયથી ગુમ મહિલાનું મર્ડર, પોલીસે કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:કર્ણાટકમાં વર્તમાન સાંસદની સામેના સેક્સ કૌભાંડ સામે સિટની જાહેરાત