તમે કહેવત સાંભળી હશે કે “ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે.” આ કહેવતને સાચી સાબિત કરતો એક વિડિયો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશનાં કાનપુર શહેરથી આ વિડિયો સામે આવ્યો છે. જેમા એક યુવતી પોતાની સાથે થયેલી છેડતીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવવા આવી હતી. જયા હાજર પોલીસ કોન્સ્ટેબલે યુવતી સાથે થયેલી છેડતી પર તેની ફેશનને જવાબદાર ગણાવી છે.
છોકરી તેના માતાપિતા સાથે છેડતી થઇ હોવાની ફરિયાદ કરવા માટે નઝીરાબાદ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે આરોપ લગાવ્યો કે ત્રણ સ્થાનિક યુવાનોએ તેની સાથે છેડતી કરી અને તેનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો. આ છોકરી કથિત રીતે પડોશમાં હેન્ડપમ્પ પર પાણી ભરવા જઈ રહી હતી. જ્યારે છોકરીનાં ભાઇએ સ્થાનિક છોકરાઓને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ત્રણેય છોકરાઓએ છોકરીનાં ભાઇની સાથે મારા-મારી કરવાનુ શરૂ કરી દીધુ. જ્યારે પોલીસ કોન્સ્ટેબલે આ બધું સાંભળ્યું, ત્યારે છોકરીની ફેશનને ઘટના માટે જવાબદાર ગણાવી અને તેના માતાપિતાને વિચિત્ર સવાલો પૂછ્યા.
પોલીસ કોન્સ્ટેબલે છોકરીને છેડતી વિશે ફરિયાદ કરતા પહેલા પુછ્યુ કે, શા માટે તેણે હાથમાં રિંગ્સ અને ગળામાં ચેન પહેરી છે. આ ઉપરાંત પોલીસકર્મીએ છોકરીનાં માતાપિતા પર પણ સવાલ ઉભો કર્યો હતો. આ ઘટનાનો વિડિયો સામે આવ્યા બાદ, પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ બાબતે નઝીરાબાદ સીઓનું નિવેદન સામે આવ્યુ છે. નાઝીરાબાદનાં સી.ઓ. ગીતાંજલી સિંહે જણાવ્યું હતું કે સંબંધિત પોલીસ કોન્સ્ટેબલને લાઇન પર બોલાવવામાં આવ્યો છે અને આ કેસમાં કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.