Not Set/ સામાન્ય નાગરિકની દિવાળી સુધરી, પેટ્રોલ-ડીઝલ બાદ હવે ડુંગળીનાં ભાવમાં પણ મોટો ઘટાડો

કેન્દ્ર સરકારે બુધવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કરી દેશવાસીઓને દિવાળી ભેટ આપી હતી. ઉપરાંત કેન્દ્રએ બુધવારે જણાવ્યું હતું કે, તેણે દેશભરનાં મુખ્ય બજારોમાં તેના બફર સ્ટોકમાંથી અત્યાર સુધીમાં 1.11 લાખ ટન ડુંગળી બહાર પાડી છે.

Top Stories India
ડુંગળીનો ભાવ

કેન્દ્ર સરકારે બુધવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કરી દેશવાસીઓને દિવાળી ભેટ આપી હતી. ઉપરાંત કેન્દ્રએ બુધવારે જણાવ્યું હતું કે, તેણે દેશભરનાં મુખ્ય બજારોમાં તેના બફર સ્ટોકમાંથી અત્યાર સુધીમાં 1.11 લાખ ટન ડુંગળી બહાર પાડી છે. તેનાથી છૂટક ભાવમાં પ્રતિ કિલો રૂ. 5-12નો ઘટાડો થયો છે.

ડુંગળીનો ભાવ

આ પણ વાંચો – Festival Offer / દિવાળી પર ભેટ સ્વરૂપે આપો તમારા સ્વજનને પેટ્રોલ-ડીઝલ, જાણો કેવી રીતે

કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે, તેણે ડુંગળીનાં ભાવ સ્થિર રાખવા માટે અત્યાર સુધીમાં બફર સ્ટોકમાંથી 1.11 લાખ ટન ડુંગળી બહાર પાડી છે. બફર સ્ટોકમાં રાખવામાં આવેલી ડુંગળીને દિલ્હી, કોલકાતા, લખનઉ, પટના, રાંચી, ગુવાહાટી, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, મુંબઈ, ચંદીગઢ, કોચી અને રાયપુર જેવા મોટા બજારોમાં છોડવામાં આવી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતનાં સ્થાનિક બજારોમાં પણ ડુંગળી સપ્લાય કરવામાં આવી હતી. ગ્રાહક બાબતોનાં મંત્રાલયનાં નિવેદન અનુસાર, સરકાર ડુંગળીનો બફર સ્ટોક જારી કરીને ડુંગળીનાં ભાવમાં અસ્થિરતાને રોકવાનો પ્રયાસ કરી રહી છે. ડુંગળીનાં ભાવ ઘટાડવાના કેન્દ્ર સરકારનાં પ્રયાસોનું હવે પરિણામ મળી રહ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં હવે ડુંગળીનાં ભાવ નીચા છે. રાષ્ટ્રીય સ્તરે ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 40.13 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે જથ્થાબંધ બજારમાં તે 31.15 રૂપિયા પ્રતિ કિલોનાં ભાવે ઉપલબ્ધ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, 2 નવેમ્બર સુધી બફર સ્ટોકમાંથી કુલ 1,11,376.17 ટન ડુંગળી મુખ્ય બજારોમાં ઉતરી હતી.

ડુંગળીનો ભાવ

આ પણ વાંચો – ઘટાડો /  કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી, જાણો કેટલો કર્યો ઘટાડો

મંત્રાલયનાં ડેટા અનુસાર, કેન્દ્ર સરકારનાં હસ્તક્ષેપથી ડુંગળીનાં છૂટક ભાવમાં અત્યાર સુધીમાં પ્રતિ કિલો 5 થી 12 રૂપિયાનો ઘટાડો કરવામાં મદદ મળી છે. તેમના મતે, દિલ્હીમાં ડુંગળીનાં છૂટક ભાવ 3 નવેમ્બરે 44 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયા છે જે 20 ઓક્ટોબરે 49 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, વળી મુંબઈમાં ડુંગળીનો ભાવ 14 ઓક્ટોબરનાં 50 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 45 રૂપિયા પર આવી ગયો છે. કોલકાતામાં, 17 ઓક્ટોબરે ડુંગળીની છૂટક કિંમત 57 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 45 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈમાં તે 13 ઓક્ટોબરે 42 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 37 રૂપિયા થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર સામાન્ય નાગરિકને આ મોટી રાહત આપી છે પરંતુ આ રાહત કેટલા દિવસો કે મહિનાઓ સુધી રહે છે તે પણ હવે જોવુ રહ્યુ.