ઇઝરાયલી કંપની એનએસઓ ગ્રુપનાં ‘Pegasus Spyware’ અંગેના ઘટસ્ફોટ થયા બાદ દેશનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ધ વાયર એ અહેવાલ આપ્યો છે કે, 40 પત્રકારો સહિત 300 લોકોની જાસૂસી કરવામાં આવી હતી. વળી, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને બે કેન્દ્રીય મંત્રીઓ સહિતનાં લોકોનાં પણ નામ સામે આવ્યા છે.
ચેતવણી / WHOની ચેતવણી ડેલ્ટા વેરિયન્ટ ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે મહત્વનો કોરોના સ્ટ્રેન બનશે
કોંગ્રેસનાં રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર અને નવા કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ધ વાયર દ્વારા નવા અહેવાલમાં જાહેર કરાયેલા મોટા નામમાં સામેલ છે. ધ વાયરનાં અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી દ્વારા ઉપયોગ કરવામાં આવતા ઓછામાં ઓછા બે મોબાઇલ ફોન 300 ચકાસણી કરાયેલા ભારતીય નંબરોમાં હતા, જેને ઇઝરાયલી એનએસઓ ગ્રુપ તરફથી સંભવિત ટાર્ગેટનાં રૂપમાં લિસ્ટેડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ત્રણ મોટા વિપક્ષ પાર્ટીનાં નેતા, મોદી સરકારમાં બે કેન્દ્રિય મંત્રી, સુરક્ષા એજન્સીઓની હાજરી અને પૂર્વ પ્રમુખ અને અધિકારી, બિઝનસમેન પણ સામેલ છે. ધ વાયરમાં છપાયેલા સમાચારો અનુસાર, વર્ષ 2019 નાં લોકસભાનાં ચૂંટણીથી પહેલા અને ત્યારબાદ રાહુલ ગાંધીનાં બે નંબરને આ લિસ્ટમાં મુકવામાં આવ્યા હતા.
ફોન હેકિંગ મામલે / પેગાસસ મામલે ઇઝરાયલ કંપનીએ ફોન હેકિંગના અહેવાલોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ભત્રીજા અભિષેક બેનર્જીને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. વળી આ સૂચિમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું નામ પણ સૌથી ચોંકાવનારુ છે, જેમને તાજેતરમાં કેબિનેટ વિસ્તરણ પછી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2018-19માં જ્યારે સાંસદ હતા ત્યારે અશ્વિની વૈષ્ણવને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, Pegasus Spyware દ્વારા અનેક ભારતીય પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓના ફોન હેક થયા હોવાના અહેવાલો વચ્ચે ઇઝરાઇલની કંપની એનએસઓ ગ્રૂપે આ આરોપોને ખોટા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. કંપનીએ કહ્યું કે તે માનહાનિનો દાવો ભરવાનો વિચાર કરી રહી છે. કંપનીએ કહ્યું કે, આ અહેવાલ સંપૂર્ણપણે ગેરસમજો અને અપ્રમાણિત સિદ્ધાંત પર આધારિત છે, જે તેના સ્રોતની વિશ્વસનીયતા અને હિતો વિશે ગંભીર શંકાઓ ઉભા કરે છે. એવું લાગે છે કે અજાણ્યા સ્રોતોએ માહિતી આપી છે જેનો કોઈ તથ્ય આધાર નથી અને જે સત્યથી દૂર છે.
