Pegasus Spyware/ ભાજપે હવે તેનું નામ ભારતીય જાસૂસી પાર્ટી રાખવું જોઈએઃ રણદીપ સુરજેવાલા

ઇઝરાઇલનાં Pegasus Spyware દ્વારા ફોન ટેપ કરાવવાના સમાચાર મળતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે કોંગ્રેસ આ સમગ્ર મામલે મોદી સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો હતો.

Top Stories India

ઇઝરાઇલનાં Pegasus Spyware દ્વારા ફોન ટેપ કરાવવાના સમાચાર મળતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે કોંગ્રેસ આ સમગ્ર મામલે મોદી સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો હતો. કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ સોમવારે કહ્યું કે, સરકારે દેશદ્રોહ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી સહિત પત્રકારોની જાસૂસી કરાવવામાં આવી છે. કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકાર લોકશાહીની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે ઇઝરાઇલનું Pegasus Spyware દ્વારા ન્યાયાધીશો, રાજકારણીઓ વગેરેની જાસૂસી કરી રહ્યું છે.

રાજકારણ / રાહુલ ગાંધી પણ ઇઝરાયલી Pegasus Spyware નાં સંભવિત નિશાના પરઃ રિપોર્ટ

રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, સરકારે જાસૂસી કરીને રાજદ્રોહ કર્યો છે. ઇઝરાઇલનાં Pegasus Spyware નો ઉપયોગ ન્યાયાધીશો, રાજકારણીઓ, વગેરેની જાસૂસી કરવા માટે થઈ રહ્યો છે, જે બંધારણનાં મૂળભૂત અધિકાર પર હુમલો છે. તેમણે કહ્યું કે, સોફ્ટવેર ફોનને હેક કરી લે છે. આ સોફ્ટવેર દ્વારા કેમેરાને હેક પણ કરી શકાય છે અને ફોન પણ સાંભળી શકાય છે. રણદીપસિંહ સુરજેવાલાએ પૂછ્યું કે, આ રાજદ્રોહ નથી તો પછી શું છે? મુખ્ય ચૂંટણી કમિશનર અશોક લવાસા અને ઘણી મીડિયા સંસ્થાઓની પણ જાસૂસી કરવામાં આવી રહી છે. રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, ભાજપ આજે જાસૂસી પાર્ટી બની ગઈ છે, તે લોકસભાની ચૂંટણીથી જાસૂસી કરી રહી છે.

ફોન હેકિંગ મામલે / પેગાસસ મામલે ઇઝરાયલ કંપનીએ ફોન હેકિંગના અહેવાલોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા

કોંગ્રેસે મોદી સરકાર પર રાહુલ ગાંધીની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે એમ પણ કહ્યું હતું કે, માત્ર રાહુલ ગાંધી જ નહીં, પરંતુ વિપક્ષનાં અન્ય નેતાઓની પણ જાસૂસી કરવામાં આવી હતી. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી, તેમના સ્ટાફ, તેમના પોતાના કેબિનેટ મંત્રીઓ, પત્રકારો અને કાર્યકરોની જાસૂસી કરવામાં આવી હતી, શું આ ઉગ્રવાદ સામેની લડત છે? તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપે હવે તેનું નામ ભારતીય જાસૂસી પાર્ટી રાખવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલની કંપનીએ કહ્યું છે કે અહેવાલમાં કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. એનએસઓ માનહાનિનો દાવો ભરવાનો વિચાર કરી રહી છે. કંપનીએ રિપોર્ટમાં કરેલા દાવાને ખોટો અને હાસ્યાસ્પદ પણ ગણાવ્યા છે કે આ ડેટા તેના સર્વરથી લીક થયો છે.