Pakistan Iran future plan war update: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે છેડાયેલા જંગે વિશ્વભરમાં તણાવ વધાર્યો છે. આ કટોકટીના સમયે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે એક કલાકથી વધુ સમય સુધી ટેલિફોનિક વાતચીત કરી છે. પાકિસ્તાની વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, બંને નેતાઓ વચ્ચે ક્ષેત્રીય સુરક્ષા અને ભવિષ્યની રણનીતિ અંગે અત્યંત વિસ્તૃત ચર્ચા થઈ છે.
એક કલાકની વાતચીતમાં શું થયું?
પાકિસ્તાન (Pakistan)અને ઈરાન બંને પાડોશી દેશો હોવાથી આ યુદ્ધની અસર પાકિસ્તાન પર પડવી સ્વાભાવિક છે. એક કલાકથી વધુ ચાલી આ મંત્રણામાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું મનાય છે:
શાંતિ પ્રયાસો: બંને દેશોએ ક્ષેત્રમાં વધી રહેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી અને યુદ્ધ રોકવા માટેના સંભવિત શાંતિ પ્રયાસો પર ભાર મૂક્યો.
ભવિષ્યનો પ્લાન: ઈરાને વર્તમાન સંઘર્ષમાં પાકિસ્તાન પાસેથી કેવા પ્રકારના સમર્થનની અપેક્ષા છે અથવા પાકિસ્તાન આ મામલે મધ્યસ્થી કરી શકે કે કેમ, તે અંગે પણ ગુપ્ત મંત્રણા થઈ હોવાના અહેવાલ છે.
આર્થિક અને સુરક્ષા સહયોગ: યુદ્ધની સ્થિતિમાં બંને દેશો વચ્ચેની સરહદની સુરક્ષા અને વેપાર પર પડનારી અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
Pakistan માટે કસોટીની ઘડી
શાહબાઝ શરીફ માટે આ સ્થિતિ ‘દોરડા પર ચાલવા’ સમાન છે. એક તરફ પાકિસ્તાનનો જૂનો મિત્ર અમેરિકા છે, તો બીજી તરફ પાડોશી ઈરાન. પાકિસ્તાન (Pakistan) સીધી રીતે કોઈ પણ પક્ષે જોડાતા અચકાઈ રહ્યું છે, પરંતુ ઈરાન સાથેની આટલી લાંબી વાતચીત દર્શાવે છે કે ઈસ્લામાબાદ આ સંઘર્ષમાં સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે અથવા પોતાના હિતોની રક્ષા કરવા માટે સાવચેત છે.
મુસ્લિમ દેશોની એકતા પર ભાર
વાતચીત દરમિયાન ઈરાની રાષ્ટ્રપતિએ મુસ્લિમ દેશોની એકતા પર ભાર મૂક્યો હોવાનું કહેવાય છે. ઈરાન અત્યારે જે રીતે અમેરિકા અને ઈઝરાયેલના નિશાના પર છે, તેને જોતા તે પાકિસ્તાન (Pakistan) જેવા પરમાણુ શક્તિ ધરાવતા મુસ્લિમ દેશનો સાથ મેળવવા આતુર છે.
આ પણ વાંચો : અબુ ધાબીમાં મિસાઇલનો કાટમાળ પડતા આગ, 5 ભારતીયો ઇજાગ્રસ્ત, એર ડિફેન્સ સિસ્ટમ હાઇ એલર્ટ પર
આ પણ વાંચો : ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?
આ પણ વાંચો :અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત

