Not Set/ અફઘાનિસ્તાન : કાબુલમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 10 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થવાથી હચમચી ગઈ છે. મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સતત એક પછી એક ત્રણ બોમ્બ બ્લાસ્ટથી કાબુલમાં ખળભળાટ મચી ગયો […]

Top Stories World

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થવાથી હચમચી ગઈ છે. મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

સતત એક પછી એક ત્રણ બોમ્બ બ્લાસ્ટથી કાબુલમાં ખળભળાટ મચી ગયો છે. એક ન્યુઝ એજન્સી અનુસાર કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાન પોલીસનું કહેવું છે કે એક આત્મઘાતી હુમલાખોરે બસની સામે ખુદને ઉડાવી દીધો હતો. હાલ તો પોલીસ આ હુમલાખોરની શોધ કરી દીધી છે.

બોમ્બ ધમાકા બાદ ઘાયલા લોકોને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ધમાકા એક બસ કે જેમાં સરકારી કર્મચારીઓ સવારને જી રહ્યા હતા એ સમયે થયો હતો. અફઘાનિસ્તાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તા નસરત રહીમીએ જણાવ્યું કે એક વિસ્ફોટ બસ પાસે થયો છે અને બીજો બ્લાસ્ટ શહેરના પૂર્વ ભાગમાં થયો છે. જણાવીએ કે જે લોકો માર્યા ગયેલા તે તમામ લોકોને સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

A wounded man receives treatment at a hospital after a blast in Kabul, Afghanistan

આપને જણાવીએ દઈએ કે થોડા દિવસો અગાઉ અફઘાનિસ્તાનના ઉત્તરી પ્રાન્ત બલ્ખમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ચહાર બોલક જિલ્લામાં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં બે બાળકોના મોત થયા હતા. જયારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.