Not Set/ આવા વિચારો છે આપણા આ સાંસદનાં : પત્નીને ગોળી મારવા કરતા “તિન તલાક” દેવા સારા

દુનિયાની સૌથી મોટી લોકશાહીનાં મંદિર સંસદ ભવનમાં પણ આપણા કહેવાતા ચૂંટાયેલા લોક પ્રતિનીધીઓ એવા ઉચ્ચારણ કરી નાખા છે કે, જેનાથી તેને તો શરમ નહીં આવતી હોય, પરંતુ વિશ્વ ફલક પર દેશનું માથું ઝુકી જાય છે. અને તે પણ મહિલાનાં મામલામાં હોય તે વધુ ક્ષોભ જનક વાત કહેવી પડે, કારણ કે આ એ દેશ છે ખુદ […]

Top Stories India

દુનિયાની સૌથી મોટી લોકશાહીનાં મંદિર સંસદ ભવનમાં પણ આપણા કહેવાતા ચૂંટાયેલા લોક પ્રતિનીધીઓ એવા ઉચ્ચારણ કરી નાખા છે કે, જેનાથી તેને તો શરમ નહીં આવતી હોય, પરંતુ વિશ્વ ફલક પર દેશનું માથું ઝુકી જાય છે. અને તે પણ મહિલાનાં મામલામાં હોય તે વધુ ક્ષોભ જનક વાત કહેવી પડે, કારણ કે આ એ દેશ છે ખુદ વિશ્વ આખામાં નારીલીંગ છે. અને નારીને આ દેશમાં શક્તિનાં સ્તોત તરીકે અનાદિ કાળથી પૂજવામા આવે છે.

શું તમને નથી લાગતું કે, હવે દેશમાં ખરી જરૂર છે સંસદ અને પબ્લિક પ્લેસમાં વાણી વિલાસ પર રોક લગાવતા કાયદાની...

IPC મુજબ કોઇને મારી નાંખવા કે હત્યા કરવા માટે ઉશ્કેરવાની કલમ મુજબ ગુનો દાખલ કેમ ન કરવો. 

વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કે આજે સંસદ ભવનમાં એક નેતા દ્વારા સરેજાહેરમાં હત્યા કરવાની પેરવી કરવામા આવી અને તે પણ દેશનાં સર્વોચ્ચ નેતાઓ વચ્ચે, જી હા સંસદમાં ચાલી રહેલી તિન તલાક બિલ પરની ચર્ચામાં સપાનાં એ નેતા દ્વારા કઇક એવુ કહેવામા આવ્યું કે સાંભળી પ્રશ્ન થાય કે તેની સામે IPC મુજબ કોઇને મારી નાંખવા કે હત્યા કરવા માટે ઉશ્કેરવાની કલમ મુજબ ગુનો દાખલ કેમ ન કરવો.

પબ્લિક પ્રોફાઇલ કે સમાજનાં ઓપિનીયંન લીડરને વાણી વિલાસમાં સંયમ જરૂરી

સપાનાં નેતા એસ. એસ. હસનનું કહેવુ ટુંકમાં વર્ણાવવામાં આવે તો, એવુ હતું કે પત્નીને ગોળી મારી મારી નાખવા કરતા તો તિન તલાક દઇને છૂટાછેડા આપી રવાના કરવી વધુ સારું છે. ભલે ચોક્કસ પણે તેણે આ વાત પોતાની દલીલને ધારદાર રીતે રજૂ કરવા માટે કહીં હોય શકે પણ કહેવાની એક રીત ચોક્કસ પણે હોય છે અને જ્યારે તમે પબ્લિક પ્રોફાઇલ છો કે સમાજનાં ઓપિનીયંન લીડર છે ત્યારે તો મર્યાદા અને સભ્યતા તમારી વાણીમાં અવશ્યક છે છે અને છે જ. અને છતા જો આવી રીતે વાણી વિલાસ થતો રહ્યો તો દેશમાં વાણી વિલાસ વિરૂધ પણ કાયદો ચોક્કસ પણે લાવવો જ રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.