અમદાવાદ,
દિવસેને દિવસે ટીક ટોક પર વિડીયો બનાવનારાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જ્યાં સામાન્ય લોકો ટીક ટોક પર દીવિયો બનાવતા હતા ત્યાં હવે પોલીસ અધિકારીઓ પણ ઓન ડ્યુટીએ ટીક ટોક પર વિડીયો બનાવતાજોવા મળી રહ્યા છે.
તાજેતરમાં જ મહેસાણાની કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી પોલીસ સ્ટેસનની અંદર ટિક ટોક વીડિયો બનાવ્યો હતો જે ખુબ જ વાયરલ થયો હતો. જેના પગલે મહેસાણા જિલ્લા પોલીસવડા નિલેશ જાજાડીયાએ શિસ્તભંગાના પગલાના ભાગ રૂપે હાલ પૂરતી આ મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી છે. ત્યારે આજે એકવાર ફરી અમદાવાદની એક મહિલા પોલીસકર્મીનો ટિક ટોક વીડિયો વાયરલ થયો છે.
આજે અમદાવાદના શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી સંગીતા પરમારનો ટિક ટોક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આપને જણાવી દઈએ કે સંગીતાએ તેના ટીક ટોક એકાઉન્ટમાં ઘણા વીડિયો અપલોડ કર્યા છે. જેમાં તે પોલીસના યુનિફોર્મમાં જોવા મળી રહી છે તો બીજા વિડીયોમાં તે પોલીસ સ્ટેશનની અંદર જોવા મળી રહી છે.
અમદાવાદની જે મહિલા પોલીસ કોન્સ્ટેબલનો ટીક ટોક વિડીયો વાયરલ થયો છે તેમાં તેઓ વર્દીમાં હોવા ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પણ હોય તેવુ દેખાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
