Not Set/ ગણતંત્ર દિવસ પર આસામમાં એક પછી એક થયા બે બ્લાસ્ટ, તપાસ શરૂ

પ્રજાસત્તાક દિન નિમિત્તે, આસામ, ડિબ્રુગઢ અને ચરાઇદેવનાં અનુક્રમે બે જિલ્લામાં જોરદાર વિસ્ફોટો થયા હોવાના સમાચાર છે, જોકે આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિની ​​કોઈ માહિતી નથી, આ વિસ્ફોટ ડિબ્રુગઢનાં ગ્રાહમબજારનાં નેશનલ હાઇવે 37 પાસે એક દુકાનમાં થયો હતો, જ્યારે બીજી બાજુ આસામનાં ચરાઇદેવ જિલ્લાનાં સોનારી વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. Assam: An explosion has taken place at a […]

Top Stories India

પ્રજાસત્તાક દિન નિમિત્તે, આસામ, ડિબ્રુગઢ અને ચરાઇદેવનાં અનુક્રમે બે જિલ્લામાં જોરદાર વિસ્ફોટો થયા હોવાના સમાચાર છે, જોકે આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિની ​​કોઈ માહિતી નથી, આ વિસ્ફોટ ડિબ્રુગઢનાં ગ્રાહમબજારનાં નેશનલ હાઇવે 37 પાસે એક દુકાનમાં થયો હતો, જ્યારે બીજી બાજુ આસામનાં ચરાઇદેવ જિલ્લાનાં સોનારી વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો.

આસામનાં ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતા કહ્યું કે, અમને ડિબ્રુગઢમાં બ્લાસ્ટની સૂચના મળી છે. આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે અને કોણ સંડોવાયેલ છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યુ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ડિબ્રુગઢમાં ત્રણ ધમાકા થયા છે. વળી, આ ધમાકાઓથી સમગ્ર વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હકીકતમાં, શહેરમાં હંમેશની જેમ, સામાન્ય જનજીવન ચાલી રહ્યુ હતુ તે દરમિયાન પહેલો ધમાકો ડિબ્રુગઢનાં ગ્રાહમબજારમાં એનએચ-37 પાસેની દુકાનમાં થયો હતો. આ ધમાકાથી લોકો હજી હેરાન થયા હતા, ત્યારે બીજો બ્લાસ્ટ શહેરનાં ગુરુદ્વારા નજીક થયો હતો. આ વિસ્ફોટમાં કોઈ ઈજા થઈ હોવાના સમાચાર મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.