Not Set/ Republic Day 2020/ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ BJP કાર્યાલયમાં ફરકાવ્યો ધ્વજ

દેશ આ વર્ષે 26 જાન્યુઆરી 2020 નાં રોજ 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે, આ વર્ષે બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ, જેયર બોલ્સોનારો મુખ્ય મહેમાન તરીકે સમારોહમાં ભાગ લઈ રહ્યા છે. રાજપથ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ પ્રજાસત્તાક દિવસની પરેડ સલામ લેશે, પ્રજાસત્તાક દિન નિમિત્તે પરેડમાં દેશનાં 16 રાજ્યો, […]

Top Stories India

દેશ આ વર્ષે 26 જાન્યુઆરી 2020 નાં રોજ 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે, આ વર્ષે બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ, જેયર બોલ્સોનારો મુખ્ય મહેમાન તરીકે સમારોહમાં ભાગ લઈ રહ્યા છે. રાજપથ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ પ્રજાસત્તાક દિવસની પરેડ સલામ લેશે, પ્રજાસત્તાક દિન નિમિત્તે પરેડમાં દેશનાં 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 6 મંત્રાલયો પરેડમાં ભાગ લેશે, પરેડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ રાજપથ ઉપર દિલ્હી પોલીસનાં ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે.

દિલ્હી: ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ભાજપનાં મુખ્યાલયમાં તિરંગો લહેરાવ્યો હતો.

દિલ્હીનાં શાહીન બાગમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) નો વિરોધ કરી રહેલા લોકોએ પ્રજાસત્તાક દિન પર ત્રિરંગો લહેરાવ્યો.

રાજધાની દિલ્હી સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં રાજધાનીઓ અને જિલ્લા મથકોમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.