દેશ આ વર્ષે 26 જાન્યુઆરી 2020 નાં રોજ 71 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ભારતનાં રાષ્ટ્રપતિ, રામનાથ કોવિંદે રાજપથ ખાતે 71 માં પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
પ્રજાસત્તાક દિન નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પહોંચ્યા અને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.
Delhi: PM Modi leads the nation in paying tributes to soldiers who lost their lives in the line of duty, by laying a wreath at National War Memorial. CDS Gen Bipin Rawat, Army Chief Gen Naravane, Navy Chief Admiral Karambir Singh, Air Force Chief Air Marshal RKS Bhaduria present. pic.twitter.com/CGTWo2Co4Y
— ANI (@ANI) January 26, 2020
આ વર્ષે બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ, જેયર બોલ્સોનારો મુખ્ય મહેમાન તરીકે સમારોહમાં ભાગ લઈ રહ્યા છે.
Delhi: The winners of highest gallantry awards
include the winners of the Param Vir Chakra and the Ashok Chakra. pic.twitter.com/P5WqzRQzor— ANI (@ANI) January 26, 2020
રાજપથ ઉપર સેનાની પરેડ શરૂ થઈ. દેશ અને વિશ્વ ભારતની અદમ્ય લશ્કરી શક્તિનાં નમૂનો જોઈ રહ્યુ છે.
J&K Lt Governor, GC Murmu: Last year was the year of a major change for the people of J&K. The abrogation of temporary provisions has driven away the financial and legal obstacles between J&K and other parts of the country. It has united J&K to the country in its true sense. https://t.co/eWf0noGTee pic.twitter.com/xbOHTC8foC
— ANI (@ANI) January 26, 2020
લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુએ રીપબ્લિક ડે પર, જમ્મુમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
President of Brazil, Jair Messias Bolsonaro to witness #RepublicDay parade as the chief guest, today. (file pic) pic.twitter.com/cRQtBQPNkz
— ANI (@ANI) January 26, 2020
ત્યારે રાજપથ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ પ્રજાસત્તાક દિવસની પરેડની સલામી લેશે, પ્રજાસત્તાક દિન નિમિત્તે પરેડમાં દેશનાં 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 6 મંત્રાલયો પરેડ ભાગ લેશે, પરેડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સખત કરવામાં આવી છે. તેમજ રાજપથ પર દિલ્હી પોલીસનાં ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીએ 71 માં ગણતંત્ર દિવસ પર દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
Wishing everyone a happy #RepublicDay.
सभी देशवासियों को गणतंत्र दिवस की बहुत-बहुत बधाई।
जय हिंद!
— Narendra Modi (@narendramodi) January 26, 2020
રાજધાની દિલ્હી સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓ અને જિલ્લા મથકોમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને, સુરક્ષાનાં કારણોસર દિલ્હીનાં ચાર મેટ્રો સ્ટેશન થોડા કલાકો માટે બંધ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ સચિવાલય, ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન પર પ્રવેશ સવારે 6 વાગ્યાથી બંધ છે. આ સ્ટોપ બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજધાનીની સુરક્ષામાં અર્ધલશ્કરી દળોની 48 કંપનીઓવાળા 26,000 જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
