Election/ કોંગ્રેસ ઉમેદવારની યાદી ફાઇનલ કરવાની તૈયારીમાં! મહેસાણાની સાત વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસના 79 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજ્કીય પાર્ટીઓ સક્રીય રીતે તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજ્કીય પાર્ટીઓ સક્રીય રીતે તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે.કોંગ્રેેસે આ વખતે ચૂંટણી પહેલા જ ઉમેદવારીની ઘોષણાની વાત કરી છે.જે પણ વિખાવદ કે વિવાદ કરશે તતેની સામે પાર્ટી કડક કાર્યવાહી કરશે તેવી ગર્ભિત ચેતવણી પણ આપી છે. મહેસાણા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ  દ્વારા મહેસાણાની સાત બેઠકો ઉપર ચૂંટણી લડવા માગતા ઇચ્છુક ઉમેદવારોના બાયોડેટા લેવાની કામગીરી હાથ ધરી હતી.આ પ્રકિયામાં હાલ 79 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં તૈયારીઓ હાથ ધરાઈ છે ત્યારે  પ્રભારી ગીતાબેન પટેલની ઉપસ્થિતિમાં બાયોડેટા લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. મહેસાણા જિલ્લામાંથી 79 ઈચ્છુક ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. નોંધનીય છે કે  વિજાપુરમાં એક જ આગેવાને અત્યાર સુધીમાં બાયોડેટા આપ્યો છે. જ્યારે સૌથી વધુ કડીમાં 17 અને મહેસાણા બેઠક ઉપર 15 ઈચ્છુક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.


કોંગ્રેસમાં આંતરિક ડખાને કારણે ઉમેદવાર હારતો હોવાની વાતને નકારતા પ્રભારી ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, મહેસાણાની સાતેય બેઠકો ઉપર લોકો વચ્ચે કામ કરતાં તેમજ સામાજિક રીતે જોડાયેલા ખૂબ જ સારા ઉમેદવારો આવશે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ આંતરિક કંકાશ સાઈડમાં રાખીને પોતાના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે.