ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ધીમા પગલે લગ્ન કરી લીધા છે. કોઇપણ જાતના શોરબકોર કે પબ્લિસિટી વિના ગોવામાં નજીકના મિત્રો અને સગાસંબંધીઓની હાજરીમાં બુમરાહ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. સોમવારે બુમરાહે ટ્વીટ કરીને બે ફોટા મૂક્યા હતા. આજે તેના લગ્નના કેટલાક વધુ ફોટાની સાથે વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
https://www.instagram.com/p/CMcA8qmAORJ/?utm_source=ig_web_copy_link
બુમરાહ અને સંજના ગણેશનના લગ્નનો વીડિયો jasprit.bumrah1 નામથી એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે, જેમાં બુમરાહ અને સંજના એક બીજાને વરમાળા પહેરાવી રહ્યા છે.

વીડિયો ક્લિપમાં નજરે પડી રહ્યું છે કે સંજના હાર પહેરાવતા પહેલા જસપ્રીત બુમરાહને કંઇક કહી રહી છે. બન્ને હસતા હસતા એકબીજાના ગળામાં હાર પહેરાવે છે.

મહત્વનું છે કે બુમરાહે તેના ટ્વિટર એકાઉન્ટથી પોતાના લગ્નની જાણકારી આપી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પ્રેમની સાથે અમે એક નવી યાત્રાની શરુઆત કરી છે. અમારા બન્ને માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. અમને અમારા લગ્નના સમાચાર અને ખુશી શેર કરતા ઘણી સારી લાગણી થઇ રહી છે.

બુમરાહના એક નજીકના સભ્યએ કહ્યું કે બુમરાહના લગ્નમાં અંદાજે 50 લોકો હાજર હતા. જેમાં બન્ને તરફના પરિવારના સભ્યો અને સંબંધીઓ સામેલ હતા. કોરોના સંક્રમણ ચાલતુ હોવાથી લગ્નમાં સિમિત સંખ્યામાં લોકો હાજર હતા. ટીમ ઇન્ડિયાનો કોઇ ક્રિકેટર તેમાં સામેલ નહોતો


