દિલ્હીના રોહિણી વિસ્તારમાં રિઠલા મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 100 થી વધુ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. ઘણા લોકો ઘાયલ થયા છે. આગને બુઝાવવા માટે બે ડઝનથી વધુ ફાયર એન્જિનો કામે લગાડવામાં આવ્યા છે, જેનાથી પરિસ્થિતિ કાબુમાં આવી હતી. આ ઝૂંપડાઓમાં અગાઉ ઘણી વખત આગ લાગી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા LPG સિલિન્ડર વિસ્ફોટ થયા પછી આગ વધુ વિકરાળ બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ધુમાડાના ગોટેગોટામાં ઘેરાઈ ગયો હતો. આગમાં એક બાળક ઘાયલ થયો છે.
અનેકો ઞૂંપડાઓ આગમા થયા ખાખ
દિલ્હી ફાયર સર્વિસને રાત્રે લગભગ 10:56 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી, ત્યારબાદ 15 ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ લગભગ રાત્રે 2 વાગ્યા સુધી સંપૂર્ણપણે કાબુમાં આવી ન હતી, હાલ પણ ફાયર ફાઇટર હાલમાં આગ ઓલવવાનું કામ કરી રહ્યા છે. માહિતી મુજબ બધી ઝૂંપડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે સેંકડો લોકો બેઘર થઈ ગયા છે.
આ પણ વાંચો: સાવધાન! ઠંડી વધવાની શક્યતા, દિલ્હી, ઉત્તર પ્રદેશના હવામાન વિશે જાણો
આ પણ વાંચો: ભ્રષ્ટાચાર કેન્સર જેવો છે, જેને કીમોથેરાપીની જરૂર પડે છે,દિલ્હી કોર્ટે આપ્યો મોટો ચુકાદો
આ પણ વાંચો: કોંગ્રેસના નેતાઓ જો કામ નહીં કરે, તો તેઓ કેવી રીતે જીતશે…” ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર

