ગાંધીનગરઃ સરકારી માધ્યમિક શાળાઓમાં છેવટે વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને સરકાર ગંભીર બની ખરી. પહેલી નવેમ્બરથી સરકારી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે. જ્યારે અત્યાર સુધી ભણાવવા માટે આવતા પ્રવાસી શિક્ષકોને આજથી છૂટા કરવામાં આવશે.
સરકારની માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ભણાવવા માટે પાંચ હજાર જ્ઞાન સહાયક ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવી છે. તેના લીધે હવે આજથી એટલે કે પહેલી નવેમ્બરના બુધવારથી જ જ્ઞાન સહાયકો માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના સહાયક બનશે.
હાલમાં માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકની લગભગ છ હજાર જગ્યા સામે પાંચ હજાર ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવી છે. હવે માધ્યમિક શાળામાં ભણાવતા પ્રવાસી વિદ્યાર્થીઓ પહેલી નવેમ્બરથી છૂટા થશે અને માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે. આમ લાંબા સમયથી નોકરીની રાહ જોઈને બેઠેલાઓનો પણ છેવટે જ્ઞાન સહાયક તરીકે નિમણૂક મળશે.
રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં આજથી હવે જ્ઞાન સહાયક ભણાવશે. વિગતો મુજબ આજથી પ્રવાસી શિક્ષકોનાના બદલે સ્કૂલોમાં જ્ઞાન સહાયક ભણાવશે. જેને લઈ માધ્યમિકમાં જ્ઞાન સહાયકની 5984 જગ્યા સામે 5 હજાર ઉમેદવારોની અરજી માન્ય રખાઈ છે. જેથી હવે માધ્યમિક શાળામાં ભણાવતા પ્રવાસી શિક્ષકો આજથી છૂટા થશે અને માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે.
આ પણ વાંચોઃ America/ ઈઝરાયલ પર હમાસના હુમલાથી અમેરિકા ખૌફમાં, મોટો ખતરો તોળાઈ રહ્યો છે!
આ પણ વાંચોઃ Israel Hamas War/ ઈઝરાયલે ગાઝાના જબાલિયા કેમ્પ પર ભયંકર તબાહી મચાવી
આ પણ વાંચોઃ LPG Price Hikes/ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો