Not Set/ ચક્રવાત બુલબુલ/ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વિનાશ બાદ નબળું પડ્યું, બાંગ્લાદેશમાં 12 ના મોત

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં મોટા વિનાશ સર્જાયા પછી, ચક્રવાત બુલબુલ હવે નબળું પડી રહ્યું છે. જોકે, બુલબુલની અસરને કારણે બંને રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં અત્યાર સુધીમાં કુલ બાર લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ડઝનેક લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ પાકને પણ ભારે નુકસાન થયું છે. ભારતીય હવામાન […]

Top Stories India
bulbul 2 ચક્રવાત બુલબુલ/ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વિનાશ બાદ નબળું પડ્યું, બાંગ્લાદેશમાં 12 ના મોત

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં મોટા વિનાશ સર્જાયા પછી, ચક્રવાત બુલબુલ હવે નબળું પડી રહ્યું છે. જોકે, બુલબુલની અસરને કારણે બંને રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં અત્યાર સુધીમાં કુલ બાર લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ડઝનેક લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ પાકને પણ ભારે નુકસાન થયું છે.

ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વાવાઝોડા બુલબુલ દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને દક્ષિણ ત્રિપુરામાં નબળું પડી રહ્યું છે. તે આગામી 6 કલાકમાં વધુ નબળું પડી જશે. ભારતના પૂર્વી રાજ્યોમાં પાયમલી વેર્યા પછી, બુલબલે રવિવારે બાંગ્લાદેશમાં વિનાશ વેર્યો છે. બાંગ્લાદેશમાં ચક્રવાતને કારણે ઓછામાં ઓછા દસ-બાર લોકોનાં મોત નીપજ્યાં છે.  જો કે વિનાશની સંભાવનાને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 21 લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત બુલબુલને લઈને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે વાત કરી હતી.

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓના જુદા જુદા ભાગોમાં 10 લોકોના મોત અને 2.73 લાખ પરિવારો બુલબુલથી અસરગ્રસ્ત છે. રાજ્યના નવ સ્થળોએ 1.78 લાખ લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. ભારે પવનને કારણે સેંકડો વૃક્ષો ઉથલાવી નાખ્યા હતા.

ચક્રવાતને કારણે 2,473 ઘરોને નુકસાન પહોંચ્યું હતું અને અન્ય 26,000 ઘરોને આંશિક નુકસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી હતી અને રાજ્યને આ દુર્ઘટનાને પહોંચી વળવા તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. મમતા રાત્રે અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે.

જ્યારે રવિવારે ચક્રવાત બુલબુલ, ભારે વરસાદ અને ભારે પવનને કારણે દરિયાકાંઠાના ઓડિશાના મોટાભાગના ભાગોમાં પાકને મોટું નુકસાન થયું હતું. જોકે બુલબુલ ઓડિશા દરિયાકાંઠે પહોંચ્યો ન હતો, પરંતુ ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યું હતું, ઘણાં વૃક્ષો અને ઇલેક્ટ્રિક થાંભલાઓ ખાખ થઈ ગયા હતા અને ટેલિકોમ ટાવરોને અસર થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.