NAGPUR/ પ્રથમ વખત આ રાજદ્વારીઓએ RSS હેડક્વાર્ટરની લીધી મુલાકાત! જાણો કેમ…

ચીનના રાજદ્વારીઓએ RSS મુખ્યાલયની મુલાકાત લીધી છે. આવું પ્રથમ વાર બન્યું છે જ્યારે ચીની અધિકારીઓ આ રીતે હેડક્વાર્ટર પહોંચ્યા હોય.

Top Stories India
YouTube Thumbnail 2024 01 05T144755.888 પ્રથમ વખત આ રાજદ્વારીઓએ RSS હેડક્વાર્ટરની લીધી મુલાકાત! જાણો કેમ...

ચીનના રાજદ્વારીઓએ RSS મુખ્યાલયની મુલાકાત લીધી છે. આવું પ્રથમ વાર બન્યું છે જ્યારે ચીની અધિકારીઓ આ રીતે હેડક્વાર્ટર પહોંચ્યા હોય. અધિકારીઓએ આરએસએસ પરિસર અને સંગઠનના કામકાજથી માહિતગાર થયા.

ચીનના રાજદ્વારીઓએ ગયા મહિને નાગપુરમાં RSS (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના મુલાકાત લીધી હતી. આ મુલાકાત એટલા માટે મહત્વની બની જાય છે કારણ કે આરએસએસ સતત ચીનની ટીકા કરતું આવ્યું છે. તેમજ સરકારને વિસ્તારવાદી નીતિની સુરક્ષિત રહેવાની સલાહ આપે છે. ચીની રાજદ્વારીઓની કોઈ હિંદુ સંગઠનની ઓફિસની વિઝિટ કરી હોય એવું પ્રથમ વખત બન્યું છે.

RSS હેડક્વાર્ટરમાં જ હેડગેવાર સ્મૃતિ મંદિર છે, જે સંઘના પ્રથમ સરસંઘચાલક ડૉ. કેશવ બલિરામ હેડગેવારના નામ પર છે. ખાનગી એજન્સીના અહેવાલ મુજબ RSSના એક અધિકારીએ ચીની રાજદ્વારીઓની મુલાકાત વિશે પુષ્ટિ કરી હતી.

આજ સુધી યુરોપીયન દેશોના રાજદ્વારીઓ RSSના અધિકારીઓ સાથે મુલાકાત લેતા આવ્યા છે. પણ આ વખતે પ્રથમ વખત સામ્યવાદી દેશ ચીન (ડ્રેગન)ને આરએસએસ પરિસરની વિઝિટ કરવાની તક મળી હોય. આ અધિકારીઓ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં નાગપુર આવ્યા હતા. પરંતુ તે વખતે RSS પ્રમુખ મોહન ભાગવત અન્ય પ્રવાસે હોવાથી ઉપસ્થિત ન હતા. RSS પ્રમુખની અનુપસ્થિતિમાં સંઘના અન્ય ટોચના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં સ્થિત મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિંદી વિશ્વવિદ્યાલયની પણ મુલાકાત કરી હતી. આ જ સંસ્થામાં ચીની ભાષા પણ શીખવાડવામાં આવે છે.


આ પણ વાંચો:Political/રાજસ્થાનમાં ભાજપ સરકારે ગેહલોત સરકારનો આ નિર્ણય બદલ્યો,CMએ લીધો આ મહત્વનો ફેંસલો

આ પણ વાંચો:loksabha election/પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટો માટે પ્રથમ બેઠક મળી,વિવિધ મુદ્દા પર થઇ ચર્ચા

આ પણ વાંચો:loksabha election/આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને મળી સંજીવની, CM રેડ્ડીની બહેન શર્મિલાએ પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં કર્યું વિલીનીકરણ